છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં વધુ એક યુવા અવસ્થામાં હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જેન્તીભાઈ ચનાભાઈ રાઠોડ નામના 44 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, અને બે શુદ્ધ બન્યા હતા.
જેઓને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને હાર્ટ એટેક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સાવનભાઈ જેન્તીભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે, અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
