ગોંડલમાં પતંગ ચગાવવા મામલે અથડામણ, યુવાનની હત્યા

પતંગના પેચ લાગ્યા બાદ થયેલી માથાકૂટનો લોહિયાળ અંજામ, હુમલામાં ત્રણને ઇજા ગોંડલના ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં માતમ છવાઈ ગયો હતો. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે…

પતંગના પેચ લાગ્યા બાદ થયેલી માથાકૂટનો લોહિયાળ અંજામ, હુમલામાં ત્રણને ઇજા

ગોંડલના ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં માતમ છવાઈ ગયો હતો. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાતિના બે પક્ષો સામસામે આવી જતાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક યુવાનની હત્યા થઇ હતી જયારે તેની ભાણેજને ઈજા થઇ હતી. આ ઘટના બાદ મામલો તંગ બની ગયો હતો. આ હુમલામાં સામા જૂથના પણ ત્રણને ઈજા થઇ હતી જેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટના બાદ પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ગોંડલના ભગવતપરા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. બંને પક્ષના ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે ત્યાં પણ સ્થિતિ તંગ બની હતી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં બંને પક્ષો ફરી એકવાર આમને-સામને આવી જતાં ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતાં હોસ્પિટલ તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા પર દબાણ વધ્યું હતું.

મળતી માહિતી અનુસાર ગોંડલમાં આવેલ ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં એક જ સમાજના બે પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. મકરસંક્રાંતિનો તહેવાર હોવાથી બંને પરિવારના સભ્યો પોતપોતાની અગાસી પર પતંગ ચગાવવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન પતંગ ચગાવવા જેવી કોઈ સામાન્ય બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂૂ થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને અગમ્ય કારણોસર બંને પરિવારો વચ્ચે ઉગ્ર માથાકૂટ શરૂૂ થઈ ગઈ હતી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને તીક્ષ્ણ હથિયારો સાથે બન્ને જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ લોહિયાળ અથડામણમાં અનિલભાઈ પૂંજાભાઈ લુણાસરિયા (ઉ.વ. 37) નામના યુવાન અને તેની ભાણેજ નિશાબેન વિનોદભાઈ સોંદરવા ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતો પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં અનિલભાઈ પૂંજાભાઈ લુણાસરિયાનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેમાં નિશા નિશાબેન વિનોદભાઈ સોંદરવાની ફરિયાદને આધારે સાગર કાંતિમકવાણા,સુનીલ કાંતિ મકવાણા,કાંતિ ઉકાભાઈ મકવાણા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

સુનિલભાઇ કાંતિભાઇ મકવાણાએ નિશાના મામા મરણ જનાર અનિલભાઇ પુંજાભાઇ લુણસીયા સાથે પતંગ ઉડાવવા બાબતે બોલાચાલી કરી, ગાળો આપી, મામા મરણ જનાર સાથે ઝઘડો, મારા-મારી કરતા, આ કામના આરોપી સુનિલભાઇના પિતા આરોપી કાંતિભાઇ ઉકાભાઇ મકવાણાએ ઇંટોના છુટા ઘા મારેલ, દરમ્યાન આ કામના આરોપી સુનિલભાઇના ભાઇ આરોપી સાગરભાઇ કાંતિભાઇ મકવાણા આવી પોતાના પેન્ટના નેફા માંથી છરી કાઢી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું જયારે સામા પક્ષે સાગર કાંતિમકવાણા,સુનીલ કાંતિ મકવાણા,કાંતિ ઉકાભાઈ મકવાણાને પણ ઈજા પહોચી હતી.પિતા અને બે પુત્રોને પણ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સામા પક્ષે સાગર કાંતિ મકવાણાની ફરિયાદને આધારે મૃતક અનિલભાઈ પૂંજાભાઈ લુણાસરિયા સાથે તેની બહેન મીના તેમજ ભાણેજ નિશા સામે ગુનો નોંધાયો છે.

જેમાં જણાવ્યું છે કે, સાગરના મોટાભાઇ સુનીલ તથા તેમની પત્ની સંધ્યાબેન તથા માનેલ સાળો અજય નાઓ પોતાના ઘરની સામે આવેલ રવીભાઇ સોંદરવા ના મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા તે દરમ્યાન સામેના ધાબા ઉપર અનીલ અને તેના પરિવારના સભ્યો પતંગ ચગાવતા હોય અને પંતગના પેચ લગતા પતંગ કાપાઈ જતા ઝગડો થયો હતો અને અનીલભાઇ તથા તેમની બહેન મીનાબેન તથા નીશા સહીત ત્રણેય સાથે મળી હુમલો કર્યો હતો.

બંને પક્ષના ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે ત્યાં અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્થિતિ તંગ બની હતી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં બંને પક્ષો ફરી એકવાર આમને-સામને આવી જતાં ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતાં હોસ્પિટલ તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા પર દબાણ વધ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *