રાજ્ય સરકારના પેટા તિજોરી સુધારણા અભિયાન અંતર્ગત ઉપલેટાની સબ-ટ્રેઝરી (પેટા તિજોરી) કચેરીને બંધ કરવાના આદેશ સામે ઉપલેટા બાર એસોસિએશને સખત વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશન દ્વારા જિલ્લા તિજોરી અધિકારીને સંબોધીને ઉપલેટાના તિજોરી અધિકારીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં લોકહિત અને વહીવટી સરળતાને ધ્યાને લઈ આ કચેરી ચાલુ રાખવા માટે વિવિધ કારણો રજૂ કરવામાં આવ્યા છે.
નાણા વિભાગ, સચિવાલય ગાંધીનગરના તારીખ 31/08/2023 ના પત્ર દ્વારા રાજ્યની 17 જેટલી પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં ઉપલેટા પેટા તિજોરી કચેરીનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણયને રદ કરવા અને કચેરી ઉપલેટામાં યથાવત રાખવા માટે ઉપલેટા બાર એસોસિએશના નવનિયુક્ત હોદ્દેદારો લેખિત રજૂઆત કરી છે.
ઉપલેટા બાર એસોસિએશને સરકાર સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ ટાંકીને કચેરી બંધ કરવાનો નિર્ણય મોકુફ રાખવા માંગ કરી છે જેમાં અહીં બે નગરપાલિકાઓ (ઉપલેટા અને ભાયાવદર) વર્ષોથી કાર્યરત છે. આ ભૌગોલિક અને વહીવટી મહત્વને ધ્યાને લઈ કચેરી ચાલુ રાખવી જરૂૂરી છે.
ઉપલેટા તાલુકામાં મોટાભાગની કચેરીઓ કાર્યરત છે અને ઉપલેટા તાલુકામાં કુલ ત્રણ પોલીસ સ્ટેશન પણ આવેલા છે, જેનો વહીવટ આ તિજોરી કચેરી પર નિર્ભર છે. ઉપલેટા અને ભાયાવદરમાં સિવિલ કોર્ટ કાર્યરત છે અને ભવિષ્યમાં ઉપલેટા ખાતે ’સિનિયર ડિવિઝન કોર્ટ’ શરૂૂ થવાની શક્યતા છે જેથી આ સંજોગોમાં ટ્રેઝરી કચેરીનું હોવું અત્યંત આવશ્યક છે જેમાં આ લેખિત રજૂઆત ઉપલેટા બાર એસોસિએશનના નવ નિયુક્ત હોદ્દેદારો દ્વારા વકીલોના હિત તેમજ નાગરિકોના મોટા હિટ અને સાથે સાથે સરકારી કચેરીઓના હિત અને સુવિધાઓ માટે કરવામાં આવી છે જે નાગરિકો માટે પણ એક અગત્યની બાબત અને જનહિત અને જાહેર હિત માટે હોય તે પણ સ્પષ્ટ રીતે જણાય આવે છે અત્યારે આ તકે સેક્રેટરી ઉપલેટા વકીલ મંડળના નવનિયુક્ત સેક્રેટરી એડવોકેટ કેતન બારૈયા, ખજાનચી એડવોકેટ બી.ડી. મેકમહુ, પૂર્વ ઉપ-પ્રમુખ એડવોકેટ નિશિત કાલાવડીયા તથા અન્ય વકીલો સાથે ઉપલેટા વકીલ મંડળના નવનિયુક્ત પ્રમુખ એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા ખાસ જોડાયેલા હતા.
