જસદણ નજીક જીનીંગ મિલમાં સુતેલી 6 વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યું

જસદણ નજીક પાંચવડા રોડ ઉપર આવેલ હરે ક્રુષ્ણ કોટેક્ષ નામની જીનીંગ ફેક્ટરીમાં કપાસના ઢગલા પાસે સુતેલી 6 વર્ષની બાળકીને ટ્રેક્ટર ચાલકે કચડી નાખતા માસુમનું મોત…

જસદણ નજીક પાંચવડા રોડ ઉપર આવેલ હરે ક્રુષ્ણ કોટેક્ષ નામની જીનીંગ ફેક્ટરીમાં કપાસના ઢગલા પાસે સુતેલી 6 વર્ષની બાળકીને ટ્રેક્ટર ચાલકે કચડી નાખતા માસુમનું મોત થયું હતું.આ મામલે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો છે. પિતાએ ટ્રેક્ટર ચાલકને ટ્રેક્ટર ઉભું રાખવા બુમો પડ્યા છતાં ચાલકે ટ્રેક્ટર ઉભું નહી રાખતા બનાવ બન્યો હતો.

મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુરના મોરાસાના વતની અને હાલ પાંચવડા હરે ક્રુષ્ણ કોટેક્ષ નામની જીનીંગ ફેક્ટરીમાં મજુરી કામ કરતા સજજનભાઈ છગનભાઈ સસ્તીયા (ઉ.વ-24) એ ટ્રેક્ટર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું કે, પોતે મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવુ છુ તેને સંતાનમા બે દિકરી હોય જેમા મોટી દિકરી મહિમા (ઉ.વ-06) ની હતી તથા નાની દિકરી નયના છે. જે (ઉ.વ-02) ની છે. તેની પત્નીનુ નામ ગીતા છે. ગઈકાલે તા-25/08/2025 ના રોજ સવારના આશરે સાતેક વાગ્યાથી હું તથા મારી પત્ની તથા હરે ક્રુષ્ણ કોટેક્ષમા કામ કરતા અન્ય ચાર-પાંચ મજુરો એમ બધા અમો પાંચવડા જીવાપર રોડ ઉપર આવેલ હરે કૃષ્ણ કોટેક્ષમા કામ કરતા હતા અને અમો જે મશીન ઉપર કામ કરતા તેની બાજુના ગેઈટની પાસે કપાસની ગોગડીનો ઢગલો હતો જેની બાજુમાં મારી મોટી દિકરી મહિમાને સુવડાવેલ હતી અને નાની દિકરી તેની બાજુમા રમતી હતી તેવામાં આશરે સાંજના સાડા ચારેક વાગ્યે કોટેક્ષમા લોડર ચલાવવાનુ કામ કરતા જસદણના દોલતપરના ભરતભાઈ ગોપાલભાઈ કાકડીયા લોડર ટ્રેકટર જી.જે-03-એચ ઈ-0594 લઈને આવ્યા હોય ત્યારે દિકરી મહિમા કપાસની ગાંસડીના ઢગલાની બાજુમા સુતી હતી તેની તરફ ટ્રેક્ટર ચલાવતા પિતા સજ્જનભાઈનું ધ્યાન જતા તે દોડેલ અને ભરતભાઈને અવાજ કરેલ કે મારી દિકરી ઢગલાની બાજુમા સુતી છે પરંતુ ટ્રેકટરના આવાજના લીધે ભરતભાઈ અવાજ સાંભળેલ નહિ અને મારી દિકરી મહિમા સુતી હતી. તેના માથા પર લોડર ટ્રેકટરનુ આગળનુ વ્હીલ ચડી જતા દિકરી મહિમાનું મોત થયું હતું. પુત્રીના મોત બાબતે ટ્રેક્ટર ચાલક ભરતભાઈ ગોપાલભાઈ કાકડીયા વિરુધ્ધ ફરિયાદ નોંધવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *