શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન.જનરલ મેનેજર શ્રી દ્વારા…

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન.જનરલ મેનેજર શ્રી દ્વારા સૂર્યપૂજન, તેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોકત વિધિવિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરાયેલ હતા.

સોમનાથમાં ગૌ પૂજન માં ઓનલાઇન ભક્તો જોડાયા સવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળા માંથી લવાયેલ ગૌમાતાને શ્રૃંગાર કરીને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી 350 થી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા. સંક્રાંતિ કાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુધ્ધોદક જલ, દૂધ,દહીં,સાકર, સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો. અને સાંજે તલનો વિશેષ શૃંગારમાં પણ કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *