દરોડામાં એક શખ્સ ઝડપાયો, રાજકોટ, જામનગર, અમરેલીના વાહન ચાલક સહિત 16 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે
અમરેલીના ખાંભા નજીક નાના વિસાવદર ગામે દારૂૂના કટિંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂૂ. 59,64,390ની કીમતની 12726 બોટલ વિદેશી દારૂૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી જયારે દરોડામાં રાજકોટ,જામનગર અને અમરેલીના વાહન ચાલકો તેમજ બુટલેગર સહીત 16ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દરોડામાં 1 કરોડનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ અમરેલીના ખાંભા નજીક નાના વિસાવદર ગામે દારૂૂના કટિંગ ચલાતું હોય સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી. ગલચર અને તેમની ટીમે નાના વિસાવદર ગામે ખુલ્લા મેદાન માં ચાલતા દારૂૂના કટિંગ વખતે દરોડો પડ્યો હતો.
આ દરોડામાં 59,64,390ની કીમતની 12726 બોટલ વિદેશી દારૂૂ સાથે ભાવનગરના ગારીયાધારના તનવીર નસીરહુસૈનની ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન ગારીયાધારના મુસીમ તૈલી, સોહેલ સૈયદ ઉપરાંત વાહનો મૂકી ફરાર થયેલા શખ્સોમાં મહિન્દ્રા પિકઅપ નં. જીજે32ટી2199 ના માલિક અને ડ્રાઇવર,મહિન્દ્રા પિકઅપ નં. જીજે10 ટીવી 9512 ના માલિક અને ડ્રાઇવર સાથે મહિન્દ્રા પિકઅપ નં. જીજે 03-બીડબ્લ્યુ-2923 ના માલિક અને ડ્રાઇવર, ટ્રક નં. જીજે-03બીઝેડ-0181 ના માલિક અને ડ્રાઇવર તેમજ મોટર સાયકલનો અજાણ્યો ડ્રાઇવર, અજાણ્યા 3 વ્યક્તિઓ તેમજ દારૂૂ સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે. દરોડામાં 1 કરોડનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
