શિયાળો જામ્યો નથી ત્યાં કાલથી ફરી માવઠાની અમંગળ આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ ઝાપટા પડી શકે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ ડિસેમ્બર પુરો થવા આવ્યો છતાં હજૂ સુધી ઠંડીએ જમાવટ કરી નથી ત્યાં ફરી માવઠાની અમંગળ…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ ઝાપટા પડી શકે

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ ડિસેમ્બર પુરો થવા આવ્યો છતાં હજૂ સુધી ઠંડીએ જમાવટ કરી નથી ત્યાં ફરી માવઠાની અમંગળ આગાહી આવી છે.

ગુજરાતમાં ગત 24 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી માવઠાનો રાઉન્ડ રહ્યો હતો, જે બાદ આકાશ ખુલ્લુ થયું છે અને ધીમે-ધીમે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. જો કે ગત 19 ડિસેમ્બરથી 4 દિવસ સુધી ગુજરાતના ઘણાં ભાગોમાં કસકાતરા જોવા મળી રહ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.

જો કે આવતીકાલ તા.28 ડિસેમ્બરથી ચારેક દિવસ સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કસ કાતરાની અસર જોવા મળશે તેવી શક્યતા છે. આકાશમાં વાદળના લિસોટા થાય તે પ્રકારના કસ થાય અને કોઈ જગ્યાએ માવઠા જેવો માહોલ પણ સર્જાઈ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લેયરોના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના સિમિત વિસ્તારોમાં આગામી 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી એમ ત્રણ દિવસની અંદર માવઠા રૂૂપી ઝાપટા પડી શકે છે. જો કે આ માવઠું સિમિત વિસ્તાર પુરતું હશે અને તે પણ થોડા સમય માટે અને સામાન્ય હશે. આથી ચિંતા કરવાની જરૂૂર નથી. આ સાથે જ જો વાદળ ઊંચાઈ ઉપર જશે, તો માવઠાના ઝાપટા ના પણ પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *