લુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયો

તામિલનાડુના ટ્રાન્સપોર્ટર અને રાજકોટના બુટલેગર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ, રૂા.60.63 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ સુરત ગ્રામ્ય પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા…

તામિલનાડુના ટ્રાન્સપોર્ટર અને રાજકોટના બુટલેગર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ, રૂા.60.63 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ

સુરત ગ્રામ્ય પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા દારૂૂની હેરાફેરી રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે નાંદીડા ગામની સીમમાં નેશનલ હાઈવે 53 પરથી 45.57 લાખ રૂૂપિયાથી વધુનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો છે. આ દારૂનો જથ્થો રાજકોટ લઇ જવાનો હોવાનું ખુલ્યું છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ, એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈને બાતમી મળી હતી કે નવાપુર તરફથી એક અશોક લેલન ક્ધટેનર (નંબરTN-39-CA-8512) વિદેશી દારૂૂનો મોટો જથ્થો ભરી પલસાણા તરફ જઈ રહ્યું છે.

બાતમીના આધારે પોલીસે નાંદીડા ગામ પાસે જાનવી મોટર્સની સામે નાકાબંધી કરી હતી. ક્ધટેનરની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂૂ અને બિયરની કુલ 5448 બોટલો મળી આવી હતી. આ દારૂૂ ગુપ્ત ખાનામાં છુપાવવામાં આવ્યો હતો.

પોલીસે આ મામલે ક્ધટેનર ચાલક સરવનકુમાર શનમુગમ (રહે. તમિલનાડુ)ની ધરપકડ કરી છે. પોલીસે કુલ 60.63 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 45,57,600 રૂૂપિયાનો વિદેશી દારૂૂ, 15 લાખ રૂૂપિયાનું અશોક લેલન ક્ધટેનર, મોબાઈલ અને રોકડ રકમનો સમાવેશ થાય છે. પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દારૂૂનો આ જથ્થો પંજાબના લુધિયાણાથી ચિતા રામા ટ્રાન્સપોર્ટ દ્વારા ભરાવવામાં આવ્યો હતો. તમિલનાડુના તમીલારાસન નાગરાજને આ ટ્રાન્સપોર્ટ સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. આ જથ્થો રાજકોટ ખાતે બુટલેગરને પહોંચાડવાનો હતો. પોલીસે હાલમાં લુધિયાણાના ટ્રાન્સપોર્ટર, સંપર્ક કરાવનાર વ્યક્તિ અને રાજકોટના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરી એલસીબી ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્સ્પેક્ટર એમ.આર. શકોરીયા અને પીએસઆઇ જે.એલ. પટેલની ટીમે પાર પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *