મોરબીના વઘાસીયા ગામે પુરઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકીનું મોત

વઘાસીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં બાળકી રમતી હતી ત્યારે કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી બાળકી પર ચડાવી દઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર…

વઘાસીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં બાળકી રમતી હતી ત્યારે કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી બાળકી પર ચડાવી દઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ કયુંટોન સિરામિકમાં કામ કરતા જીતેન્દ્રસિંહ સુરપસિંહ અજ્નારે (ઉ.વ.30) વાળાએ કાર જીજે 07 એઆર 0014 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 20 ના રોજ ફરિયાદીની 14 માસની દીકરી આયુષી કારખાનામાં રમતી હતી ત્યારે કાર ચાલકે પુરઝડપે ચલાવી આયુષીને હડફેટે લઈને કાર દીકરી ઉપર ચડાવી દીધી હતી અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકીનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *