અમરેલીના બગસરા નજીક આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ તે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આં અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી વિગતો અનુસાર અમરેલીના બગસરા નજીક આજે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ તે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ શરુ કરી છે. આ અકસ્માતથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.
