ભગવતીપરામાં બંધ મકાન અને બારદાનના ડેલામાં આગ

મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો સ્ટાફ 3 ફાઈર ફાયટર સાથે દોડી ગયો બાજૂમાં આવેલી ઝૂપડપટ્ટીમાં સુતેલા પરિવારને બચાવી લઇ આગ ઉપર કાબુ મેળવ્યો…

મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો સ્ટાફ 3 ફાઈર ફાયટર સાથે દોડી ગયો

બાજૂમાં આવેલી ઝૂપડપટ્ટીમાં સુતેલા પરિવારને બચાવી લઇ આગ ઉપર કાબુ મેળવ્યો

શહેરના ભગવતીપરા વિસ્તારમાં મધરાત્રે બંધ મકાન અને બારદાનના ડેલામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્રણ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ લાગી ત્યા બાજુમાં જ ઝૂૂપડપટ્ટી હોય તેમા સુતેલા પરિવારને બચાવી લઇ આગ ઉપર કાબુ મેળ્વયો હતો. જો કે, સદ્નસીબે આગમાં કોઇ જાન હાની થઇ ન હતી. જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં.5માં શાળા નં.43 પાસે આવેલા બંધ મકાન અને તેની બાજુમાં આવેલા પ્લાસ્વિટકના બારદાનના ડેલામાં મોડી રાત્રે 3.30 વાગ્યાન અરસામાં આગ ભભૂકી ઉઠી હતી.

બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મુખ્ય ફાયર સ્ટેશન અને બેડી પરા ફાયર સ્ટેશનથી ત્રણ ફાયર ફાયટર સાથે સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ મકાન અને બાજુમાં આવેલા ડેલામાં લાગેલી હયો ત્યા નજીક જ ઝૂપડપટ્ટી આવેલી હોય જેમાં એક પરિવાર સૂતો હોય જેને સાવચેતીના ભાગે આગ પ્રસરે તે પહેલા બહાર કાઢી બાદમાં આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરીયા હતા.

એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. પ્રથામિક તપાસમાં આ મકાન પ્રફુલભાઇ દામજીભાઇ મીઠીયાનુ હોવાનુ અને તે બંધ મકાન હોય જેમાં શોર્ટસર્કિટ થતા લાગી હોવાનુ અને મકાન માંથી આગ બાજુમાં આવેલા ડેલામાં પ્રસરી હોવાનુ જાણવા મળ્યુ છે. જો કે, સદ્નસીબે આગમાં કોઇ જાન હાની થઇ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *