અકસ્માત વળતર કેસમાં બે મૃતક પોલીસકર્મીના વારસદારોનું 1.11 કરોડનું વળતર મંજૂર

રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસમેનના અકસ્માતમાં મૃત્યુ નીપજવાના બનાવમાં બંને મૃતકના પરિવાર દ્વારા વળતર મેળવવા માટે કરેલી અરજીમાં લોક અદાલતમાં થયેલ સમાધાનમા 1.11…

રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસમેનના અકસ્માતમાં મૃત્યુ નીપજવાના બનાવમાં બંને મૃતકના પરિવાર દ્વારા વળતર મેળવવા માટે કરેલી અરજીમાં લોક અદાલતમાં થયેલ સમાધાનમા 1.11 કરોડનું વળતર મંજૂર કરી વીમા કંપનીએ રકમ ચૂકવવા હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ મનુભા પરમાર કાર લઈને શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં નરેન્દ્રસિંહ મનુભા પરમારનું મૃત્યુ નીપજ્યું હતું જેમાં મૃતકના વારસો ક્રિષ્નાબા નરેન્દ્રસિંહ પરમાર સહિતના સંતાનો દ્વારા રાજકોટની અદાલતમાં વળતર મેળવવા કારની વીમા કંપની સામે ક્લેઈમ કેસ કર્યો હતો આ કેસ લોક અદાલતમાં સમાધાન થતા વીમા કંપનીને 49.08 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. જ્યારે રાજકોટ શહેર પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પંકજભાઈ હીરાલાલ દીક્ષિત પોતાની જીજે 18 બીએન 35 71 નંબરની કાર લઈને જુનાગઢ દવા લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે વંથલી નજીક સર્જાયેલા અકસ્માતમાં પંકજભાઈ દીક્ષિતનું મૃત્યુ નીપજ્યું હતું.

બાદ મૃતકના વારસો નયનાબેન દીક્ષિત અને તેના વારસો દ્વારા રાજકોટ કોર્ટમાં કારની વીમા કંપની સામે વળતર મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો. આ કેસ લોક અદાલત સમાધાન અર્થે મુકતા વીમા કંપનીએ 62.50 લાખ કારની વીમા કંપનીએ ચૂકવવા હુકમ કર્યો છે. આ બંને ક્લેઈમ કેસમાં રાજકોટના સિનિયર એડવોકેટ એ જી મોદન, એફ એ મોદન અને એન એ મોદન રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *