શહેરના કોઠારીયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા અને જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે. જયારે ભગવતીપરામાં યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ થતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ હુડકો કવાર્ટર શેરી નં.7માં રહેતો વૃષભ હસમુખભાઇ દેસાણી (ઉ.વ.17)નામનો સગીર આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે તેને મરણ ગયાનું જાહેર કરતા પરિવારમાં શોકની લગાણી છવાઇ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃષભ બે ભાઇ બે બહેનમાં નાનો અને તેના પિતા કેટરસનું કામ કરે છે. વૃષભને જન્મજાત બિમારી હોય જેથી મોત થયાનુ જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં ભગવતી પરામાં આવેલી સુખસગાર સોસાયટીમા રહેતો મહેશ બાબુભાઇ સરધારા (ઉ.વ.35)નામનો યુવાન આજે સવારે તેના ઘરે હતો ત્યારે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું.
