રાજકોટ કોર્ટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં સુરૈયા એસોસિએસેટ્સ દ્વારા માત્ર ચાર માસમાં બનેલા અકસ્માતના કુલ 30 કેસમાં રૂૂ.3 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર જિલ્લાની તમામ કોર્ટમાં ગત શનિવારના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોક અદાલતમાં સમાધાન થકી અનેક કેસોનું નિરાકરણ કરવામાં સાવ્યું હતું. જેમાં રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી વાહન અકસ્માત કેસના નિષ્ણાત સુરૈયા એસોસિએટસ દ્વારા છેલ્લા ચાર માસમાં નોંધાયેલા અકસ્માત વળતરના જુદા જુદા 30 કેસ ટ્રિબ્યુનલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે તમામ કેસ લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા.જે કેસોનું સમાધાન રાહે નિરાકરણ કરી અકસ્માત વળતર જુદા જુદા 30 કેસમાં મૃતકના વારસદારો અને ઇજાગ્રસ્તોને માત્ર ચાર માસના ટૂંકાગાળામાં રૂૂ.3 કરોડનું વળતર મંજુર કરાવવામાં આવ્યું છે. જે રકમ વીમા કંપની દ્વારા અરજદારોને ચુકવવામાં આવશે.
ઉપરોક્ત તમામ વળતરના ક્લેઇમ કેસમાં અરજદારો વતી રાજકોટના સિનિયર વકીલ એમ.એ.સુરૈયા, યુવા વકીલ મહેશભાઈ એમ.સિંધવ, તેમની સાથે કાર્યરત સાકેતભાઈ મોરડીયા, વકીલ સરફરાઝ એમ.સુરૈયા, ધર્મેશભાઈ ખીમસુરીયા, તુષારભાઈ મકવાણા અને પિયુષભાઈ પાલ રોકાયા હતા.
