રાજકોટમાં આજે વિવિધ મુદ્દાઓને લઈ દલિત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દલિત સમાજના આગેવાનો અને લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાંબા સમયથી પડતર માગણીઓ અને અન્યાયી પગલાંઓ અંગે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનને સંબોધતા ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરએ જણાવ્યું હતું કે 2014 બાદ ગુજરાતમાં સતત શિક્ષણનો તાર ઘટી રહ્યો છે અને દલિત સમાજના લોકો પર અત્યાચાર પણ વધી રહ્યા છે. તેમજ સરકારી નોકરીઓ ની સંખ્યા પણ ખૂબ જ ઘટી રહે છે નિર્દેશ સરકારે કંપનીઓ હવે પ્રાઇવેટ કંપનીઓ થઈ રહી છે જેમના કારણે સતત સરકારી નોકરી રહ્યું છે પરંતુ હવે દલિત સમાજના લોકો પણ ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે. આજે દલિત સંમેલન બોલાવવાનો આટલો જ હેતુ હતો કે દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર તેમજ તેઓને જમીનો જે કરવામાં આવી રહી છે. તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે
દલિત સમાજે મ્યુનિસિપલ કમિશનરને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં, મનપા ખાતે બાબા સાહેબની પ્રતિમાને બદલે તૈલી ચિત્ર મૂકવાનો 2017થી નક્કી થયેલો નિર્ણય હજુ સુધી અમલમાં આવ્યો નથી.
પ્રેમ મંદિર પાસે, કાલાવડ રોડ પર આવેલી બાબા સાહેબની 50 વર્ષ જૂની પ્રતિમાને હટાવીને ગેરકાયદે ઝૂંપડાની આડમા ત્યાં પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) યોજના મૂકી દેવામાં આવી છે. આ મામલે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે. સંમેલનમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે પીપીપી કમિટીમાં એક પણ એસ.સી./એસ.ટી. સમાજના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સમિતિમાં રાજકારણીઓને બદલે લાયક વ્યક્તિઓને સ્થાન આપવાની માગણી પણ કરવામાં આવી છે.
આ સંમેલનમા કોંગ્રેસ ઓલ ઇન્ડિયા કમિટીના એસ.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન રાજેન્દ્ર પાલ ગૌતમ, ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર, રાજકોટના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાંત પરમાર, અને વિપક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલને સ્થાનિક તંત્ર પર સમાજના હિતોને અવગણવાનો આક્ષેપ કરીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
