શહેરના પંચનાથ પ્લોટમાં એપેક્ષ એડવાર્ટાઈઝીંગ નામે વ્યવસાય કરતા જલાધીભાઈ અજીતભાઈ ઝવેરીના મકાનમાંથી રૂૂ.67.36 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી કરનાર પૂર્વ કર્મચારી રાજસ્થાની શખ્સ અને તેના બે સાગ્રીતોની ધરપકડ બાદ તેની પાસેથી રૂૂ.72.22 લાખની મતા કબજે કરી તેની પુછતાછ કરતા ચોરીનો આંક 80 લાખ જેટલો હોવાનુ બહાર આવ્યુ હતુ. રાજકોટમાં ચોરી કરી રાજસ્થાન ભાગેલી ટોળકીએ રાજસ્થાનના મંડફિયા સ્થિત પ્રસીધ્ધ સાવરીયા શેઠને 50 હજાર રોકડનો ચડાવો ધર્યો હતો તેમજ અન્ય મંદિરો પર પ્રસાદ પણ ચઢાવ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.
જલાધીભાઈના ઘરે તા.15મી ઓગષ્ટના રોજ ધંધાની રકમ રૂૂ.10.50 લાખની રોકડ કબાટમાં રાખી હતી. અને ચાવી તેના કોટમાં રાખી હતી. બાદમાં તા.4ના રોજ તુષારભાઈને નાણાની જરૂૂર પડતા કબાટની ચાવી મળી ન હતી જેથી બહારથી માણસો બાલાવી કબાટ ખોલી તીજોરી તોડતા રોકડ અને દાગીના ગાયબ હોય રૂૂ.67.36 લાખની ચોરીની પોલીસ ફરિયાદ નોધાવી હતી. સીસીટીવીમાં તપાસ કરતા નોકરી છોડી ગયેલો રાજસ્થાનનો ગોપાલ ભગવતી પ્રસાદ મીણા કેમરામાં કેદ થયો હતો. એ ડીવીઝન પોલીસની એક ટીમ રાજસ્થાનના ડુંગરપુર ખાતે પહોચી ગોપાલ ઉપરાંત જયદીશ કુમાર દેવીલાલ મીણા અને મુકેશ કુમાર ભેરાજીભાઈ મીણાને સકંજામાં લી પુછતાછ કરતા વતનમાં ફોટાગ્રાફીનો ધંધો નહી ચાલતા આથીકભીંસમાં આવી જતા ચોરી કર્યાનું કબુલ્યું હતું.
પોલીસે સુત્રધાર સહીતની ધરપકડ કરી તેની પાસેથી રૂૂ.72.22 લાખની મતા કરજે કરી હતી ચોરીનો આંક વધ્યો હતો. ચોરી કર્યા બાદ ગોપાલ સહીત ત્રણેય છુટા પડી અલગ અલગ અમદાવાદ પહોંચી રાજસ્થાન ગયા હતા. અને ત્યાર બાદ બીજા દિવસે કાર ભાડે કરી રાજસ્થાનના મંડફિયા સ્થિત પ્રસીધ્ધ સાવરીયા શેઠના મંદિરે ગયા હતા જ્યાં 50 હજાર રોકડનું દાન કર્યું હતું તેમજ અન્ય મંદિરોમાં પ્રસાદ ચડાવ્યો હતો. એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઈ બી.વી. બોરીસાગર, પીએસઆઈ એસ.એમ. રાણા, એ.એસ.આઇ. બી.વી. ગોહિલ એમ.એસ. મકવાણા, પ્રવીણભાઇ સોનારા, કનુભાઇ બસીયા, કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, સાગરભાઈ માવદીયા, ઘારાભાઇ વાનરીયા, ભાવીનભાઇ ગઢવી, ધર્મેશભાઇ ખાંડેખા, તેજશભાઇ ડેર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
