થોરાળામાં પાકિસ્તાન સામેની મેચની જીતની ઉજવણીમાં ફટાકડા ફોડવા મુદ્દે મહિલા ઉપર હુમલો

સર્વોદય સોસાયટીમાં નશેડીએ સાસુને માર માર્યો શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો વિજય થતા છોકરા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરતા હતા. ત્યારે પાડોશી…

સર્વોદય સોસાયટીમાં નશેડીએ સાસુને માર માર્યો

શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો વિજય થતા છોકરા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરતા હતા. ત્યારે પાડોશી મહિલાએ ફટાકડા ફોડવાની ના પાડી ગાળો ભાંડી હતી. બાળકોની માતાએ ગાળો દેવાની ના પાડતા પાડોશી મહિલાએ પાઇપ વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

 

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી ચેતનાબેન બળદેવભાઈ સાગઠિયા નામની 40 વર્ષની પરિણીતા મધરાત્રે પોતાના ઘર પાસે હતી. ત્યારે પડોશમાં રહેતી જયાબેને ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં ગઈ કાલે પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો વિજય થતા છોકરા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરતા હતા. ત્યારે પાડોશી જયાબેને ફટાકડા ફોડવાની ના પાડી ગાળો ભાંડી હતી. બાળકોની માતાએ ગાળો દેવાની ના પાડતા પાડોશી જયાબેને પાઇપ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા નયનાબેન પ્રવીણભાઈ પરમાર નામના 45 વર્ષના પ્રોઢા પોતાના ઘર પાસે હતા ત્યારે જમાઈ વિશાલ જેઠાભાઈ વાઘેલા દારૂૂના નશામાં ગાળો ભાંડતો હતો જેથી સાસુ નયનાબેન પરમારે ગાળો બોલવાની ના પાડતા વિશાલ વાઘેલાએ પાઇપ વડે માર માર્યો હતો. પ્રોઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *