નામચીન શખ્સ સહિત આઠ લોકોની ટોળકીએ રાત્રે કુહાડી, ધારીયા અને તલવાર લઇ આતંક મચાવ્યો
મોહરમ પર્વમાં ન્યાઝ દેવા બાબતે નામચીન શખ્સ સાથે બોલાચાલી થઇ હતી: સરાજાહેર ધમાલથી વિસ્તારમાં ભયનો માહલ
જંગલેશ્વરમાં જેસાણી હોલ પાસે મહોરમના તહેવારમાં ન્યાઝ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી નામચીન શખ્સ સહિત આઠેક શખ્સોએ ગેરકાયદે મંડળી રચી હોટેલ સંચાલક યુવાનની કારના કાચ ફોડી તેમજ સાઇડના દરવાજાઓ ઉપર કુહાડા,તલવાર અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી આરોપીઓએ અઢી લાખનું નુકશાન કરી ભાગી જતા આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો મુજબ, જંગલેશ્વરના નૂરાની ચોક પાસે કાજલ પાનની સામેની શેરીમાં રહેતા યાસીન હુસેનભાઈ સુહણા (ઉ.વ.24)એ સમીર ઉર્ફે મરઘો અને તેની સાથેના અજાણ્યા સાતેક શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે યાસીનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું દોસ્તી ચોક પાસે હસનસા પીરનીદરગાહ પાસે હોટલ ધરાવી વેપાર કરુ છુ.
રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે મારા મિત્ર સોયબભાઇ જે ભવાનીચોક મદીના પાન પાસે આવેલ ક્વાટરમા રહે છે જ્યા હુ ગયેલ હતો અને મને મારા ફઈના દિકરા મોસીન જે જેસાણી હોલ સામે રહે છે તેને મારી ગાડી બહારગામ લઇ જવાની હતી.જેથી મારા નાનો ભાઈ સોહીલે આ કાર મારા ફુઇના દિકરાના ઘરપાસે રાખી હતી અને મને મારા ફુઇના દિકરા મોસીનનો આશરે દોઢેક વાગ્યે ફોન આવેલ કે તારી ફોરવ્હીલ ગાડીમા આશરે છ થી સાત જણા આવીને ગાડીના કાચ તોડી નાખેલ છે. તેવી વાત કરેલ જેથી મે 100 નંબર ઉપર ફોન કરેલ અને પોલીસની ગાડી આવી જતા હુ પોલીસ સાથે જેસાણી હોલ સામે મારા ભાઇએ પાર્ક કરેલ અમારી ફોરવ્હીલ વાળી જોતા આ મારી કારમા તમામ સાઇડના કાચ તુટી ગયા હતા.
તેમજ આગળના બોનેટ ઉપર કુવાડા,તલવાર અને ધારીયા મારેલના નીશાનો જોવામા આવેલ અને ત્યારબાદ મે તથા મારા ફુઈના દિકરા મોસીને આ જેસાણી હોલના સીસીટીવી કેમેરા જોતા જેમા રાત્રીના આશરે એકાદ વાગ્યે સમીર ઉર્ફે મુરઘો તથા તેની સાથેના આશરે સાતેક ઇશમોએ બાઇકો ઉપર આવીને મારી ગાડી ઉપર સોડા બાટલીના ઘા તથા કુવાડા, તલવાર, ધારીયા જેવા તીક્ષણ હ થીયારો મારતા જોવામા આવેલ અને મારી ગાડીમા આશરે અઢી લાખનું નુકશાન કર્યું છે.તો આ બનાવ બનવાનુ કારણ એવુ છે કે,મારા નાના ભાઈ સોહીલને મહોરમના તહેવાર ઉપર ન્યાઝ દેવા બાબતે આ સમીર ઉર્ફે મુરઘો નો નાનાભાઇ શાહરૂૂખ સાથે બોલાચાલી થઈ હોય જેથી તેનો ખાર રાખી આ સમીર ઉર્ફે મુરઘો તથા તેની સાથેના આશરે સાતેક અજાણ્યા શખ્સોએ તોડ ફોડ કરી હતી.આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ હરસુરભાઈ ડાંગર અને સ્ટાફે આરોપીઓને પકડવા તજવીજ શરૂૂ કરી છે.
નહેરૂનગરમાં બઘડાટી બોલાવનાર ટોળકી પોલીસ પકડથી દૂર
શહેરમા રૈયા રોડ પર આવેલા નહેરૂનગર શેરી નં પ મા મકાન ખાલી કરાવવા મામલે કુખ્યાત ટોળકીએ મહીલા અને ફૌજી હોટલનાં સંચાલક પર હુમલો કર્યો હતો. તેમજ હોટલમા તોડફોડ કરી મોટી નુકસાની કરી હતી. આ ઘટનામા મોડી રાત્રે પોલીસનાં ધાડેધાડા ઉતારી દેવામા આવ્યા હતા. હુમલાની ઘટનામા વિસ્તારમાથી ટોળુ એકત્ર થઇ જતા એઝાઝ ઉર્ફે ટકો નામનાં શખસને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. તેમજ બાકીનાં શખસોને પકડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરતા આરોપીઓ પોતાનાં ઘરેથી ભાગી ગયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ ઘટનામા હાલ અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓને પકડવા કાર્યવાહી થઇ રહી હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
