કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જેમનો હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે પરંતુ રાજ્યભરના ઇ – કેવાયસી, રાશનકાર્ડમાં નામ બદલવું કે ઉમેરવું માટેનું છેલ્લા કેટલાક સમયથી રાજ્ય પુરવઠા વિભાગનું સર્વરના કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે.ત્યારે રાજકોટની જૂની કલેકટર ખાતે આવેલ પુરવઠા ઝોન કચેરી ખાતે મહિલાઓએ હલાબોલ કર્યો હતો. જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતી વિગતો અનુસાર રાજકોટની જૂની કલેકટર ખાતે આવેલ પુરવઠા ઝોન કચેરી ખાતે મહિલાઓએ હલાબોલ કર્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે એ કહેવાય છે અને રેશનકાર્ડમાં નામ ફેર કરવા માટે સવારે 11 થી બપોરે 2:00 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે છતાં પણ 12:00 વાગ્યે જ બારી બંધ કરી દેતા મહિલાઓએ હલ્લા બોલ કર્યો હતો.અને આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ દિવસથી અમે વહેલી સવારે અમારા કામ ધંધા બંધ કરીને આવ્યો છે. છતાં પણ અમારો વારો આવતો. અને ટોકન સિસ્ટમ કરવાની મહિલાઓએ માંગ કરી હતી.
વીડિયોમાં સંભળાઈ રહ્યું છે કે કચેરીમાં એજન્ટ રાજ ચાલી રહ્યું છે અને જે લોકો 600 600 રૂૂપિય આપે છે તેમનો વારો આવી જાય છે પરંતુ વહેલી સવારથી જ ઊભેલી મહિલાઓનો વારો નથી આવતો ને છેલ્લા ત્રણ દિવસથી પોતાના ધંધા રોજગાર બંધ રાખી કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે સમગ્ર ઘટનાનો વિડીયો કલેકટર પ્રભુ જોશી પાસે પહોંચતા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. સર્વરને ધીમી કામગીરી હોવાનો પુરવઠા વિભાગના મંત્રી કે કુંવરજી બાવળીયા એ પણ કબુલાત કરી હતી અને જણાવ્યું હતું કે સર્વર બંધ થવા અંગે અમોને જાણ છે આ સમસ્યા જલ્દી દુરરુસ્થ થાયએ કામગીરી હાલ ચાલી રહી છે.જેટલી જલ્દી સર્વર ઠીક થાય અને કામ ઝડપથી કામ થઈ તે અંગેની વ્યવસ્થા હાલ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને એ કહેવાય છે સહિતની કામગીરી ઝડપીથી બને ત્યાં અંગે પુરવઠા વિભાગ સતત મહેનત કરી રહ્યું છે સોમવાર સુધીમાં સર્વરનો પ્રશ્ન સમસ્યા દૂર થાય તેવો અમારો પ્રયાસ છે.
