રામનાથપરામાં દારૂ પીવા રૂપિયા નહીં આપતા યુવાન ઉપર બે નસેડીનો ધોકા વડે હુમલો

શહેરમા કુબલીયાપરા વિસ્તારમા રહેતો યુવાન રામનાથપરા વિસ્તારમા હતો ત્યારે બે નસેડીએ દારૂ પીવાનાં રૂપિયા માંગી દારૂનાં નશામા યુવકને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર…

શહેરમા કુબલીયાપરા વિસ્તારમા રહેતો યુવાન રામનાથપરા વિસ્તારમા હતો ત્યારે બે નસેડીએ દારૂ પીવાનાં રૂપિયા માંગી દારૂનાં નશામા યુવકને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કુબલીયાપરામા રહેતો બાલાભાઇ કાળુભાઇ ધાધલપરીયા (ઉ.વ. રપ) રાત્રીનાં આઠ વાગ્યાનાં અરસામા રામનાથપરા વિસ્તારમા નદી કાઠે હતો. ત્યારે સાયર અને પ્રતાપ નામનાં શખસે દારૂનાં નશામા રૂપીયા માગ્યા હતા. જેથી બાલાભાઇએ રૂપીયા આપવાની ના પાડતા બંને શખસોએ દારૂનાં નશામા ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

બીજા બનાવમા સાત હનુમાન મંદીર પાસે મફતીયાપરામા રહેતા શૈલેષ શામજીભાઇ જાદવ (ઉ.વ. 3પ) એ પોતાનાં ઘરે ડીસ ટીવી છત્રી લગાડી હતી. જે અંગે પાડોશમા રહેતા અલ્લારખા અને અસલમ નામનાં શખસોએ અમને ડીસ ટીવીની છત્રી નડે છે. તેમ કહી ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *