અમિત ખૂંટ આપઘાત કેસમાં પોલીસ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા: તપાસ માટે સીટની રચના કરાશે
અનિરુદ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવાઈ
રીબડાના અમિત ખુંટ આપઘાત પ્રકરણમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર સહિતનાની ધરપકડ ન થાય ત્યા ંસુધી મૃતકના પરિવારજનો અને પાટીદાર સમાજે મૃતદેહ સંભાળવાનો ઈનકાર કરી દેતા ભારે ચર્ચા જાગી છે. આ મામલે માહોલ ગરમાતા પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં.
બીજી બાજુ આપઘાત કરનાર અમીત દામજીભાઇ ખુંટ ને આપઘાત કરવા મજબુર કરવા અંગે અમીત નાં મોટાભાઇ દ્વારા અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિત રાજકોટ ની બે યુવતીઓ પર તાલુકા પોલીસ માં ફરિયાદ કર્યા બાદ રાજકોટ ફોરેન્સિક પીએમ સમયે અમીત ખુંટ નાં પરીવાર દ્વારા જ્યાં સુધી અનિરુદ્ધસિંહ સહિત આરોપીઓ જડપાઇ નાં જાય ત્યાં સુધી અમીત નાં મૃતદેહ ને નહી સ્વિકારવા ની જીદ પકડતા મડાગાંઠ સરજાઈ હતી.પોલીસ અધિકારીઓ એ પરિવાર ને સમજાવવા કોશીશ કરી પણ પોતાની માંગ મુદે પરિવાર અડગ રહયા હતા અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ દ્વારા મૃતકના પરીવારજનોને ન્યાય અપાવવાની તેમજ અનિરુદ્ધસિંહ તેમજ રાજદિપસિંહ સહીતનાઓને પકડવાની ખાતરી અપાતા અંતે બપોરનાં અઢી વાગ્યાની આસપાસ મૃતકનો મૃતદેહ સ્વીકારવામા આવ્યો હતો. આ મામલે પોલીસ અધિકારીઓ દ્વારા મૃતકનાં પરીવારજનોને આશ્ર્વાસન આપતા જણાવ્યુ હતુ કે આરોપીઓને વહેલી તકે પકડી લેવામા આવશે તેમજ સમગ્ર કેસની તપાસ માટે સીટની રચના કરવામા આવશે.
ગત વહેલી સવારે રીબડાનાં અમીત દામજીભાઇ ખુંટ ઉ.32 એ લોધીકા રોડ પર આવેલી પોતાની વાડીની બાજુમાં વોંકળા માં આવેલા ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા સનસનાટી મચી જવા પામી હતી.
આપઘાત કરનાર અમીત ખુંટ સામે ગત શનિવારે રાજકોટ પએ ડીવીઝન પોલીસ માં સગીરા પર દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ થઈ હોય પોલીસ અમીત ને શોધી રહી હતી. ફરિયાદ નાં બીજા જ દિવસે અમીતે ઝાડની ડાળીએ લટકી જીંદગી ટુંકાવી હતી.
બનાવ અંગે અમીત નાં મોટાભાઇ મનીષભાઈ ને જાણ થતા વાડીએ દોડી જઇ પોલીસ ને જાણ કરાતા તાલુકા પોલીસ નાં ઈન્ચાર્જ પીઆઇ.એ.સી.ડામોર સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.બાદમાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ મૃતક અમીત નાં પરીવારે ફોરેન્સિક પીએમ ની માંગ કરતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.
મૃતક અમીત નાં ખિસ્સા માંથી ચાર પાનાની સુસાઇડનોટ મળી આવી હતી.જેમાં ખોટી રીતે દુષ્કર્મ નાં કેસમાં ફસાવી બદનામ કરી મરવા મજબુર કરવા અંગે રીબડા નાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહ ઉપરાંત રાજકોટ ની રીધ્ધી પટેલ અને પુજા ગોર નાં નામ નો ઉલ્લેખ કર્યો છે.
દરમિયાન અમીત નાં મોટાભાઇ મનીષભાઈ દામજીભાઇ ખુંટે તાલુકા પોલીસ માં પોતાનાં નાનાભાઇ અમીત ને મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ તેના પુત્ર રાજદિપસિંહ, રિધ્ધી પટેલ, પુજા ગોર તથા તપાસ માં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે ઇક્ષત કલમ 108, 61(2) 54 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.
ફરિયાદી મનીષભાઈ એ ફરિયાદ માં જણાવ્યું કે ગત વિધાનસભાની ચુંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વિખવાદ થયેલો હોય તે બાબતે અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહે અમીત ઉપર હુમલો કર્યો હતો.જે અંગે અમીતે બન્ને સામે તાલુકા પોલીસ માં ફરિયાદ કરી હતી.વધુમાં અનિરુદ્ધસિંહ ને પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસ માં સજા માફી થયેલી હોય જેથી સજા માફી રદ કરવા અમીતે ગૃહવિભાગ માં અરજી કરી હતી.જેથી તે વાત નો ખાર રાખી અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહે મળીને પૈસા આપીને રીધ્ધી પટેલ, મીડીયા માં બોલેછે તે પુજા ગોરે અમીત ને ફસાવવા અગાઉ થી કાવત્રુ કરી હનીટ્રેપ માં ફસાવી બળાત્કાર નો ખોટો કેસ કરાવી માનસિક ત્રાસ આપી બદનામ કરી મરી જવા મજબુર કરતા અમીતે વાડીએ જઇ પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ છે.જેથી અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રીધ્ધી પટેલ, પુજા ગોર સહિત સામે ધોરણસર કાર્યવાહીકરવા જણાવ્યુ હતુ.
અમિત ખૂંટને આપઘાત માટે મજબૂર કરનાર બંને યુવતીઓની ધરપકડ
ગુજરાત મિરર, રાજકોટ તા. 6 : ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા દુષ્કર્મ 6 કેસના આરોપી અમિત દામજીભાઈ ખુંટને આપઘાત માટે મજબુર કરનાર બે યુવતીઓની ગોંડલ પોલીસે પુછતાછ હાથ ધરી છે. રીબડાના અમીત ખુંટને આપઘાત માટે મજબુર કરનાર અનિરૂૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, રાજદીપસિંહ અનિરૂૂધ્ધસિંહ જાડેજા (રહે. બંને રીબડા) તથા રીધ્ધી પટેલ અને પુજા રાજગોર સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો છે. ગોંડલ તાલુકા પોલીસે જેની સામે ફરીયાદ થઇ છે તે યુવતી રીધ્ધી પટેલ તથા પુજા રાજગોરની પોલીસે પુછપરછ હાથ ધરી હોવાનું જીલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું છે. આ બંને યુવતીઓની પુછતાછ બાદ આગળની કાર્યવાહી કરાશે. તેમજ અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરાઇ હોવાનું જીલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું.
