કુવાડવામાં નકલી તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્સની ધરપકડ

એસઓજીનો બાતમીના આધારે દરોડો, દવા અને ઇન્જેકશન સહિત 26 હજારનો મુદ્ામાલ કબજે કુવાડવા ગામેથી એસઓજીએ બીએચએમએસની ડીગ્રી મેળવી એલોપથીની દવા અને સારવાર કરતા ડોકટરની ધરપડક…

એસઓજીનો બાતમીના આધારે દરોડો, દવા અને ઇન્જેકશન સહિત 26 હજારનો મુદ્ામાલ કબજે

કુવાડવા ગામેથી એસઓજીએ બીએચએમએસની ડીગ્રી મેળવી એલોપથીની દવા અને સારવાર કરતા ડોકટરની ધરપડક કરીને વિવિધ દવાઓ સહિતની સામગ્રી મળી કુલ રૂૂ.26 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.મળતી વિગતો મુજબ રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટરો ઉપર વોચ રાખવાની સુચના અન્વેય એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે કુવાડવા ગામે વચ્છરાજ કલીનીક ચલાવતા નકલી ડોક્ટર અંગે મળેલી બાતમીના આધારે તપાસ કરતા મૂળ પોરબંદરના દેવ દર્શન પાર્કના વતની અને છેલ્લા 6 મહિનાથી કુવાડવા ગામે પટેલ ફળીયા ધરમસીભાઈ ટીનાભાઈ સોલંકીના મકાનમાં ભાડેથી રહેતા બીએચએમએસની ડીગ્રી મેળવી એલોપથીની દવા અને સારવાર કરતા રાજ વિનોદભાઈ કુબાવતની ધરપકડ કરી હતી.

પોલીસે કિલનીકમાંથી દવાઓનો જથ્થો તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂૂ.26 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રાજે હોમીયોપેથીકનો 6 માસ અભ્યાસ કર્યો હોવાથી તેના આધારે કલીનીક શરૂૂ કર્યુ હોવાની કબુલાત આપી હતી.

એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ એસ.બી.ધાસુરા સાથે સ્ટાફના હરદેવસિંહ દીલુભા, કિશોરભાઇ લક્ષ્મણભાઇ ઘુઘલે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *