રાજકોટ શહેરના ખોખડદડ પુલથી રામવન તરફ જવાના રસ્તે એકટીવા લઇ જઇ રહેલા મહીલા અને તેમના બંને સંતાનોને કારના ચાલકે ઉલાળ્યા હતા અને તેમને કાર સરખી ચલાવવાનુ કહેતા માથાકુટ કરી હતી અને આ ઝઘડામા વચ્ચે પડેલા મહીલાના ભાણેજને કાર ચાલકે પાઇપ વડે માર માર્યો હતો. આ ઘટના મામલે આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ છે.
વધુ વિગતો મુજબ રામવન પાસે રામ પાર્કમા રહેતા જીજ્ઞાશાબેન જીતુભાઇ પટોડીયા (ઉ.વ. 38) એ પોતાની ફરીયાદમા પોતાની મારૂતી સ્વીફટ કાર જીજે 03 કેપી 9469 ના ચાલક વિરુધ્ધ અકસ્માત અને મારામારીની ફરીયાદ નોંધાવી હતી આ ફરીયાદમા જીજ્ઞાશાબેને જણાવ્યુ હતુ કે તેઓ ગઇકાલે સાંજના આઠેક વાગ્યે દિકરી હેમાંશી અને પુત્ર જલ એમ ત્રણેય કોઠારીયા રોડ સ્વાતી પાર્કના બગીચે ફરવા માટે એકટીવા લઇને ગયા હતા ત્યાથી રાત્રીના સાડા નવ વાગ્યે ઘરે જવા ત્યાથી નીકળ્યા હતા.
ત્યારે ખોખડદડના પુલ પાસે રામવન તરફથી આવતી સ્વીફટ કારના ચાલકે બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાય તે રીતે કાર ચલાવતા એકટીવાને ઉલાળી હતી જેને પગલે મહીલા તેમજ તેમના બંને સંતાનોને ઇજા થઇ હતી અને આ સમયે તેમને મહીલાએ કાર જોઇને ચલાવવાનુ કહેતા માથાકુટ થઇ હતી જેથી થોડીવાર બાદ જીજ્ઞાશાબેનના બહેનના દિકરા કુશ બોડા ત્યા આવી પહોંચ્યો હતો અને આ સમયે કારના ચાલકે માથાકુટ કરી કારમાથી પાઇપ કાઢી કુશને માર માર્યો હતો જેથી તેમને માથામા ઇજા થતા તે નીચે બેભાન થઇ પડી ગયો હતો અને થોડીવારમા સબંધી આવી જતા તેમને ખાનગી હોસ્પીટલમા સારવાર હેઠળ ખસેડયા હતા આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
જયારે બીજી ઘટનામા ત્રંબા નજીક સરદાર હાર્ડવેર નામની દુકાનની સામેથી જેરામભાઇ નરશીભાઇ બારસીયા નામના વૃધ્ધે પોતાનુ સ્કુટર લઇને હાઇવે ક્રોસ કરતા હતા ત્યારે એક આઇશરના ચાલકે તેમને ઠોકરે લેતા જેરામભાઇને શરીરે તેમજ પગમા ફ્રેકચર જેવી ગંભીર ઇજા થઇ હતી. આ મામલે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇ વાછાણીએ જેરામભાઇની ફરીયાદ લઇ અકસ્માત સર્જનાર આઇશરના ચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.