રાજકોટ શહેરમા નાના મવા રોડ પર ભીમનગરમા રહેતા યુવાનને ઘર નજીક આવેલા ચોકમા બોલાવી રૂ. 10 હજારની ઉઘરાણી કરી બે મિત્રોએ કાર પડાવી લેતા તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે આ ઘટના મામલે બંને આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરવામા આવી હતી.
વધુ વિગતો મુજબ ભીમનગર શેરી નં 1 મા રહેતો યોગેશ મનોજભાઇ ગલચર નામના યુવાને પોતાની ફરીયાદમા તેમના મિત્ર મિલન સોની અને જામનગર પિયુષ રાઠોડ વિરુધ્ધ પોલીસમા બળજબરીથી કાર પડાવી લેવા અંગેની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમા યોગેશે જણાવ્યુ કે પોતે ડ્રાઇવીંગ કામ કરે છે અને તેનુ મુળ વતન જામનગર છે.
તેમના મોટા ભાઇ રોહિતભાઇની માલીકીની સ્વીફટ કાર ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે.
તેમણે છ મહીના પહેલા મિત્ર પ્રિન્સ રાઠોડ હસ્તક તેના મિત્ર મિલન સોની પાસેથી રૂ. 10 હજાર ઉછીના લીધા હતા અને આ પૈસા તેમને ચુકવ્યા નહોતા.તેઓ અવાર નવાર પૈસાની માંગણી કરતા હોય જેથી તેમને બે ત્રણ દિવસમા હિસાબ કરી નાખવાનુ કહયુ હતુ ત્યારબાદ ગઇ તા 1-10-24 ના રોજ રાત્રીના સમયે પ્રિન્સ રાઠોડનો ફોન આવ્યો હતો અને તેમણે ભીમનગર ચોક પાસે બોલાવ્યો હતો.
ત્યા મિલન સોની પણ હાજર હતો અને તેમણે પૈસાની માગણી કરી હતી.
જેથી યોગેશે એક દિવસમા નાણા આપી દેશે તેમ જણાવ્યુ હતુ. આમ છતા બંને આરોપીઓએ યોગેશ પાસેથી સ્વીફટ કારની ચાવી લઇ કાર બળજબરી પુર્વક પડાવી લઇ ત્યાથી નાસી ગયા હતા. આ ઘટના મામલે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
