રૂખડિયાપરાના યુવાનને મુસાફર તરીકે બેસાડી ખિસ્સામાંથી પૈસા પડાવનાર રિક્ષા ગેંગ પકડાઇ

  જામટાવર ચોક પાસે રેલ્વે હોસ્પિટલના ગેટ પાસેથી શાકભાજીના ધંધાર્થી પાસેથી ચાલું રિક્ષાએ રોકડ ઝુંટવી લેનાર રીઢા તસ્કર ધનજી સહિત બે શખ્સોને પ્ર. નગર પોલીસે…

 

જામટાવર ચોક પાસે રેલ્વે હોસ્પિટલના ગેટ પાસેથી શાકભાજીના ધંધાર્થી પાસેથી ચાલું રિક્ષાએ રોકડ ઝુંટવી લેનાર રીઢા તસ્કર ધનજી સહિત બે શખ્સોને પ્ર. નગર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.વધુ વિગતો મુજબ,રૂૂખડીયાપરામાં રહેતાં જીતેશભાઈ રાયસંગભાઈ દેલવાણીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શાકભાજી વેચી પરીવાનુ ગુજરાન ચલાવે છે.

તેઓ ઘરેથી નીકળી ગ્રેનલેન્ડ ચોકડી છોટાહાથી ગાડી રીપેરીંગમા પડેલ હોય અને રીપેરીંગના પૈસા તેને આપવાના હોય જેથી રૂૂ.4 હજાર લઈ ગેરેજે ગાડી લેવા જવા માટે કોઠી કંપાઉન્ડ રેલવે સ્ટેશનથી એક રીક્ષામા બેઠા હતા અને રીક્ષામા એક જાડા સરખો ભાઈ રીક્ષામા બેસેલ હતો.તેની બાજુમા તેઓ બેસેલ અને એક 35 વર્ષીય રિક્ષા ડ્રાઈવર રિક્ષા ચલાવાતો હતો.દરમિયાન રેલવે સ્ટેશનથી રિક્ષા આગળ પહોંચી ત્યારે રોકડ 4 હજાર આચકી કાઢી લીધેલ અને રિક્ષામાંથી ઉતારી દીધા હતાં. તેઓ રિક્ષા લઈ ખટારા સ્ટેન્ડ તરફ જતા રહેલ હતાં.

બાદમાં તેઓએ ફરીયાદ નોંધાવી હતી.આ ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ પી.આર. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આઈ.એ. બેલીમ, એએસઆઈ ડી.વી.ખાંભલા અને ટીમે ગુનો ડિટેકટ કરવાં તપાસમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ ચાપરાજ ખવડ અને તોફિક મંધરાને મળેલ બાતમીના આધારે ધનજી ઉર્ફે ધનો દેવજી ગેડાણી (ઉ.વ.42),( રહે, પોપટપરા શેરી નં.04/10 નો ખુણો રામાપીર વાળી શેરી) અને સચીન ઢોડીરામ આમકર (ઉ.વ.34),( રહે, પોપટપરા રઘુનંદન સો.સા. 3/4 નો ખુણો)ને રિક્ષા તેમજ પેસેન્જર પાસેથી આંચકી લીધેલ રોકડ રકમ સાથે પકડી કાર્યવાહી કરી હતી.

પોલીસમાંથી જાણવા મળ્યું કે કે,આરોપી ધનજી ઉર્ફે ધનો રીઢો ચોર છે અને તેના વિરૂૂદ્ધ રાજકોટ, અમદાવાદ સહિતના શહેરના પોલીસ મથકમાં 16 ગુના નોંધાયેલ છે અને બે વખત પાસામાં જેલની હવા ખાઈ આવેલ છે. તેમજ આરોપી ધનજી પોતાનો ઓટો રીક્ષામાં ડ્રાઈવર રાખી તે પાછળ બેસતો અને મુસાફર રીક્ષામાં બેઠાં હોય ત્યારે ચિલઝડપને અંજામ આપતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી ધનજી મહિના પહેલાં જ પાસામાંથી છૂટી જેલ બહાર આવ્યો હતો અને ફરીવાર ચોરીને અંજામ આપ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *