જામકંડોરણા-ગોંડલ રોડ ઉપર અકસ્માતમાં બે સગા ભાઈનાં મોત

ગોંડલના મહાકાળી નગર રેલવે સ્ટેશન પાછલ રહેતા બે સગાભાઈઓ પોતાનું મોટરસાઈકલ લઈ કાલાવડ તાલુકાના ફગાસ ગામે જતા હતા ત્યારે જામકંડોરણા પાસે હાઈવે ઉપર કાર ચાલકે…


ગોંડલના મહાકાળી નગર રેલવે સ્ટેશન પાછલ રહેતા બે સગાભાઈઓ પોતાનું મોટરસાઈકલ લઈ કાલાવડ તાલુકાના ફગાસ ગામે જતા હતા ત્યારે જામકંડોરણા પાસે હાઈવે ઉપર કાર ચાલકે બન્ને ભાઈઓને અડફેટે લેતા આ અકસ્માતમાં બન્ને ભાઈઓના સારવારમાં મોત થતાં આ મામલે કાર ચાલક વિરુદ્ધ મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.


મળતી વિગતો મુજબ ગોંડલ ના રેલવે સ્ટેશન પાસે મહાકાળી નગરમાં રહેતા અને અભ્યાસ કરતા ધવલભાઈ દિનેશભાઈ પીપળિયાની ફરિયાદના આધારે વિરપુર પોલીસ મથકના કાર ચાલક કાર નં. જીજે 03 ડીએન 4262ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.


ફરિયાદમાં ધવલભાઈએ જણાવ્યા મુજબ ગત તા. 16-12ના રોજ તેના પિતા દિનેશભાઈ વિઠ્ઠલભાઈ પિપળિયા (ઉ.વ.56) તથા તેના કૌટુંબીક કાકા નરેન્દ્ર વાલજીભાઈ પીપળિયા (ઉ.વ.51) બન્ને પોતાનું મોટર સાઈકલ નં. એમએચ 47 બીએચ 1208 લઈને કાલાવડ તાલુકાના ફગાસ ગામે જવા નિકળ્યા હતાં. ત્યારે જામકંડોરણા ગોંડલ સ્ટેટ હાઈવે પર જામકંડોરણા તરફ જતા રોડ ઉપર કાર નં. જીજે 3 ડીએન 4262ના ચાલકે બન્નેને અડફેટે લીધા હતાં.

આ અકસ્માતમાં ધવલભાઈના પિતા દિનેશભાઈ પીપળિયા તેમજ કાકા નરેન્દ્રભાઈને ગંભીર ઈજા થઈ હતી. બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતાં. ગોંડલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિનેશભાઈ પીપળિયાનું મોત થયું હતું જ્યારે તેના કાકા નરેન્દ્રભાઈને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હોય તેમનું સારવાર દરમિયાન મોત થતાં આ મામલે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *