ચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોત

રસ્તામાં અચાનક રોઝડું આડું ઉતરતા પ્રૌેઢે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા ઘટી ઘટના ચોટીલા તાલુકાના ખેરાણા ગામે રહેતા પ્રૌઢ ચોટીલાથી ખાતર લઇ બાઇક લઇ ઘરે જઇ…

રસ્તામાં અચાનક રોઝડું આડું ઉતરતા પ્રૌેઢે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા ઘટી ઘટના

ચોટીલા તાલુકાના ખેરાણા ગામે રહેતા પ્રૌઢ ચોટીલાથી ખાતર લઇ બાઇક લઇ ઘરે જઇ રહયા હતા ત્યારે ચોટીલા નજીક અચાનક રોજડુ આડુ ઉતરતા પ્રૌઢે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતુ. જે બાઇક અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના ખેરાણા ગામે રહેતા જગુભાઇ સવાભાઇ માલકીયા નામના 4પ વર્ષના પ્રૌઢ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ચોટીલા – જસદણ રોડ ઉપર બાઇક લઇને પસાર થઇ રહયા હતા ત્યારે અચાનક રોજડુ આડુ ઉતરતા પ્રૌઢે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતુ.


બાઇક અકસ્માતમા ઘવાયેલા પ્રૌઢનુ તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા જયા પ્રૌઢનુ સારવાર કારગત નિવડે તે પુર્વે જ મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમા મૃતક પ્રૌઢ બે ભાઇ અને એક બહેનમા મોટા હતા અને તેમને સંતાનમા એક પુત્ર છે.
જગુભાઇ માલકીયા ચોટીલાથી બાઇકમા ખાતર લઇ ઘરે જઇ રહયા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *