ફરિયાદ નહીં લેતા પોલીસ સ્ટેશનમાં ટોળું ઉમટ્યું
હળવદ શહેર વિસ્તારમાં દિન પ્રતિદિન ચોરીના બનાવવામાં વધારો થઈ રહ્યો છે આજે વહેલી સવારે હળવદના અલગ અલગ વિસ્તારોમાં ચોરીના બનાવો સામે આવ્યા છે. માતાજીના મઢમાંથી ₹3,000 ની રોકડ રકમ તેમજ વિશ્વા પાર્કમાંથી વાલજીભાઈ પટેલના મકાનમાંથી 15 હજાર રૂૂપિયાની રોકડ રકમ તેમજ કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી જનક મહારાજ સાથે ચોરનો ભેટો થઈ જતા થોડીવાર માટે ભયજનક દ્રશ્યો સર્જાયા હતા.
ગઈકાલે પણ હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ટાઉનશિપમાં એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે મહર્ષિ ટાઉનશિપમાં થયેલ ચોરીની ફરિયાદ પોલીસે સમગ્ર દિવસ દરમિયાન ન લેતા સોસાયટીના રહીશો પોલીસ મથકે દોડી ગયા હતા ત્યારબાદ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ફરિયાદ લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. (તસ્વીર : ચતુર ઠાકોર)
