ક્રાઇમ
મિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યા
અગાસી પર ચાલી રહેલી પાર્ટીમાં સાળા-બનેવીને ડખો થયો ને ધક્કો મારતા નીચે પટકાયેલા યુવાનનું મોત
સુરેન્દ્રનગર શહેરની સીંધી સોસાયટીમાં રહેતો યુવાન હાલ રાજકોટમાં રહી ખાનગી નોકરી કરતો હતો. મિત્રનો જન્મ દિવસ હોઈ તા. 13મીના રોજ તે સુરેન્દ્રનગર આવ્યો હતો. ત્યારે રાતના સમયે ઉમિયા-3 સોસાયટી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ધાબે પાર્ટી દરમિયાન એક યુવાન સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં સાળા-બનેવીએ નીચે ધક્કો મારી દેતા મોત થયુ હતુ. બનાવની શહેરના બી ડીવીઝન પોલીસ મથકે સાળા-બનેવી સામે ફરિયાદ નોંધાઈ છે. બન્ને આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરની સીંધી સોસાયટીમાં રહેતો 34 વર્ષીય ચંદનભાઈ જગદીશભાઈ પરમાર હાલ રાજકોટ રહે છે. અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા. 13ના રોજ તેના મિત્ર સુરેન્દ્રનગર રહેતા હીતેશ મકવાણાનો જન્મ દિવસ હોઈ તે સુરેન્દ્રનગર આવ્યો હતો. અને રાતના સમયે વઢવાણના નવા 80 ફુટ રોડ પર આવેલ ઉમીયા-3 સોસાયટીના ગેટ પાસે ર માળના કોમ્પલેક્ષના ધાબે તેઓ પાર્ટી કરતા હતા. આ સમયે નવજીવન સોસાયટીમાં રહેતો વિશાલ વીરજીભાઈ સોલંકી અને તેનો સાળો પાર્થ વાઘેલા પણ હાજર હતા. પાર્ટીના સમય દરમીયાન વિશાલ અને ચંદનને બોલાચાલી થઈ હતી.
જેમાં વિશાલ અને પાર્થે ચંદન સાથે ઝપાઝપી કરી હતી. અને કોમ્પલેક્ષના ધાબા ઉપરથી નીચે ધક્કો મારી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. બનાવની જાણ થતા આસપાસ લોકો ઉમટી પડયા હતા. જયારે બી ડીવીઝન પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને મૃતકની લાશને પીએમ માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાઈ હતી.
આ બનાવમાં મૃતક ચંદનના પિતા જગદીશભાઈ સોમાભાઈ પરમારની ફરિયાદને આધારે બન્ને સાળા-બનેવી સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
મૃતકના ભાઈ મુકુંદ જગદીશભાઈ પરમારે જણાવ્યુ કે, હું કામસર તા. 13મીએ ભાવનગર ગયો હતો. જયાં મને ફોન દ્વારા ચંદનનું કોમ્પલેક્ષના ધાબા પરથી પડવાથી મોત થયાની જાણ થઈ હતી. એથી સુરેન્દ્રનગર આવીને જોતા ચંદનનો મૃતદેહ જોવા મળ્યો હતો. ધાબા પરથી પ્લાસ્ટીકના ગ્લાસ અને ચંદનની તુટેલી ઘડીયાળ મળી આવી છે. આથી બનાવ સમયે તેની સાથે ઝપાઝપી કરાઈ હતી.
મશ્કરીનો મામલો હત્યા સુધી પહોંચ્યો
મિત્ર હિતેશની બર્થડે પાર્ટી કરી રહેલા ચારેય વચ્ચે સામાન્ય મશ્કરીઓ ચાલતી હતી. ત્યારે આવેલો વિશાલ તેની સાથે તેના સાળા પાર્થ વાઘેલાને લઈને આવ્યો હતો. અને ચંદન સાથે ઓળખાણ કરાવી હતી. આ સમયે તારો સાળો એ મારો સાળો તેમ ચંદને કહેતા મામલો બીચકયો હતો. અને વિશાલ તથા ચંદન વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી.
ન્યાયની માગણી સાથે લાશ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો
મૃતક ચંદનના મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોએ પોલીસને આરોપીઓને પકડો ત્યારબાદ જ લાશ સ્વીકારાશે તેમ કહીને ઈન્કાર કરી દીધો હતો. આથી ડીવાયએસપી વી. બી. જાડેજા ગાંધી હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતકને ન્યાય મળશે તેવી કાર્યવાહીની ખાતરી આપી હતી. અને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. આથી મોડી સાંજે પરિવારજનોએ લાશને સ્વીકારી અંતીમ સંસ્કાર કર્યા હતા.
ક્રાઇમ
ઉદવાડામાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
રાજ્યમાં યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ઉદવાડા ખાતે ટ્યુશન ક્લાસથી છૂટીને ઘરે જતી કોલેજીયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો.જેથી પારડી પોલીસ સાથે જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ હતી.પારડીની કોલેજમાં અભ્યાસ કરતી એક 19 વર્ષીય યુવતી ઉદવાડા ખાતે ભિલાડવાળા બેંક નજીક ચાલતા એક ટ્યૂશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી.અને ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતાં ઘરે ફરતી હતી.ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવા અવાજો આવ્યા હતા અને ફોન બંધ થઈ ગયો હતો.
જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય યુવકને જાણ કરી હતી અને આ બાબતની જાણ યુવતીની બહેનને કરવામાં આવતા ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર યુવતીની શોધખોળ કરવામાં આવી હતી.આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવવારું સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી.જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ યુવતી સાથે અઘટિત ઘટના બની હોય જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકાઓ સેવાઇ રહી છે.
ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પારડી પીઆઈ જી.આર.ગઢવી,કઈઇ પીઆઇ ઉત્સવ બારોટ, ઉઢજઙ દવેને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.યુવતીના શંકાસ્પદ મોતના મામલે તમામ પાસાઓ પર ઝીણવટ ભરી તપાસ શરૂૂ કરી છે. જોકે આ યુવતી સાથે શું ઘટના બની હતી અને કઈ રીતે મોત નીપજ્યું જેવી બાબતોનું કારણ પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટનાને લઈ પારડી પંથકમાં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે.
ક્રાઇમ
ચાઈનીઝ સાયબર માફિયા ગેંગની તપાસ માટે સેન્ટ્રલ આઈબીની ટીમ રાજકોટમાં
નિવૃત્ત બેંક કર્મચારીની ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવવાના પ્રકરણમાં પકડાયેલ ભાડૂતી માણસોની ચાર કલાક સુધી પૂછપરછ
ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં દેશમાં પ્રથમ વખત સ્થાનિક પોલીસ બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ તપાસમાં ઝુકાવ્યું
રાજકોટમાં નિવૃત બેેંક મેનેજરને 15 દિવસ સુધી ડિઝીટલ એરેસ્ટ કરીને 56 લાખ રૂપિયા પડાવવાના મામલે સાયબર ક્રાઈમ ટીમે વિદેશથી ઓપરેટ કરતા સાયબર માફિયા ગેંગના ભાડુતી માણસોને ઝડપી લઈ તેમાથી બે સભ્યોના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી હતી.
આ મામલે કમ્બોડિયા અને ચાઈનીઝ સાયબર માફિયા ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ મામલે તપાસ માટે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની ટીમ રાજકોટ આવી હતી. અને રાજકોટ સાયબર ક્રાઈમના હિરાસતમાં રહેલા ભાડુતી માણસોના બે સભ્યોની ચાર કલાક સુધી પુછપરછ કરીને આ અંગેનો ડેટા અને માહિતી મેળવી આ ટીમ દિલ્હી રવાના થઈ છે. આગામી દિવસોમાં આ મામલે વિદેશ મંત્રાલયની મદદથી ચાઈનીઝ અને કમ્બોડિયન સાયબર માફિયાઓને સકંજામાં લેવા સેન્ટ્રલ આઈબીની ટીમ આગળની કાર્યવાહી કરશે.
તાજેતરમાં રાજકોટમાં બનેલા ડીઝીટલ એરેસ્ટના બનાવમાં નિવૃત બેંકના કર્મચારી મહેન્દ્ર મહેતાને આ ટોળકીએ સકંજામાં લઈ 15 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂા. 56 લાખ પડાવ્યા હતાં. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે અમદાવાદ, જૂનાગઢ અને પાટણમાં દરોડા પાડી આ સાયબર માફિયાના ભાડુતી માણસોની ધરપકડ કરી હતી.
જેમાં જૂનાગઢના એમબીએના વિદ્યાર્થી મહેક કુમાર ઉર્ફે મયંક નિતિનભાઈ જોટાણિયા તથા જૂનાગઢના હિરેનકુમાર મુકેશભાઈ સુબા જ્યારે અમદાવાદના મહમદ રિઝવાનખાન ઈસાકખાન પઠાણ પાટણના રાધનપુરના અરજણસર ગામે પરેશ ખોડા ચૌધરી તેના ભાઈ કલ્પેશ ખોડા ચૌધરી પાટણના ચાણસમાના કમ્બોડી ગામના વિપુલ લાભુભાઈ દેસાઈ અને અમદાવાદના વતનીને હાલ સાબરકાંઠાનાઈડર તાલુકાના ભદ્રેશર રહેતા વિપુલ જેઠાલાલ નાયકની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં સાઈબર ક્રાઈમે રિમાન્ડ માંગતા જૂનાગઢના હિરેન સુબા અને પાટણના વિપુલ દેસાઈ કે જેઓ બન્ને સુત્રધાર હોય તેમના ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. આ બન્નેની રિમાન્ડ ઉપર સાયબર ક્રઈમની ટીમે પુછપરછ શરૂ કરી છે.
તપાસમાં જાણવા મળ્યું કે, 56 લાખ પૈકી 6 લાખ રૂપિયા જેટલી પોલીસે પરત અપાવી છે. આ સમગ્ર ડીઝીટલ એરેસ્ટ પ્રકરણના મુળ કમ્બોડિયા અને ચાઈનામાં હોવાનું જાણવા મળ્યું છે. કમ્બોડિયાથી થયેલા આ સમગ્ર રેકેટનું પગેરુ પોલીસ મેળવી રહી છે ત્યારે આ પ્રકરણમાં તપાસ દરમિયાન ઓરીસાના એક શખ્સનું નામ પણ ખુલ્યું છે. રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસમાં કબ્જામાં રહેલા આ ગેંગના ભાડુતી માણસોની પૂછપરછ માટે દિલ્હીથી સેન્ટ્રલ આઈબીનીટીમ રાજકોટ આવી હતી. સેન્ટ્રલ આઈબીના એસીપી કક્ષાના આધિકારી સહિતના ચાર સભ્યોએ આ બન્ને શખ્સોની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.
જે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવવામાં આવ્યા હતા તે એકાઉન્ટ કઈ રીતે ઓપરેટ થતાં હતા તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે જે રીતે ઓળખ આપીને ફ્રોડ કરવામાં આવ્યો તેમાં કોનો કોનો શું શુ રોલ હતો તે સહિતની માહીતી સેન્ટ્રલ આઈબીની ટીમે મેળવી છે. ભારતમાં વધતા ડીઝીટલ એરેસ્ટના કેસમાં કમ્બોડિયા અને ચાઈનીઝ સાઈબર માફિયાઓનું કનેક્શન બહાર આવી રહ્યું છે ત્યારે પ્રથમ વખત સ્થાનિક પોલીસ સાથે તપાસમાં સેન્ટ્રલ આઈબી પણ જોડાઈ છે. અને હવે આ મામલે કેન્દ્ર સરકારની આ તપાસ એજન્સી જરૂર પડ્યે વિદેશ મંત્રાલયની મદદથી કમ્બોડિયા અને ચાઈનીઝ ગેંગ ઉપર સકંજો કસવા કાર્યવાહી કરશે.
ક્રાઇમ
ગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ
ગુજરાતનો દરિયાકાંઠો બન્યો દરુગ્સનો દરિયો. આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પોરબંદરના દરિયામાંથી જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે આ ડ્રગ્સ પકડવામાં આવ્યું હતુ. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ડ્રગ્સનો જથ્થો પોરબંદર પોર્ટ ઉપર લાવવામાં આવશે.
મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું. જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. જેમાં 500 કિલો ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળ્યું છે. હજી સત્તાવાર રીતે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કોઈ કરી નથી, પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ આ બોટને ગુજરાતના દરિયાકાંઠે લાવવામાં આવી રહી છે.
-
ક્રાઇમ2 days ago
ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત
-
ક્રાઇમ2 days ago
ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
-
રાષ્ટ્રીય1 day ago
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
-
ગુજરાત23 hours ago
બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!
-
ક્રાઇમ23 hours ago
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!
-
ગુજરાત2 days ago
બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ
-
ગુજરાત2 days ago
સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
-
ગુજરાત23 hours ago
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો