ગુજરાત
વિદ્યાસહાયકના ફોર્મ જમા કરાવવા ડીઇઓ કચેરીમાં લાંબી કતાર
કલાકો સુધી તડકામાં ઊભા રહેવા અને લોબીમાં બેસવા ઉમેદવારો મજબૂર: ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી કરવા માંગ
રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 13હજારથી વધુ વિદ્યાસહાયકની ભરતી કરવા માટેની જાહેરાત કર્યા બાદ અરજી મંગાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી કચેરી ખાતે રાજકોટ જિલ્લાના ઉમદેવારો ફોર્મ સહિતના પ્રમાણપત્રો જમા અને વેરિફિકેશન માટે આવતા કચેરી બહાર લાંબી લાઇન લાગી હતી. અને અંદર થતી ઉમેદવારોને ઢગલા કરી બેસાડવામાં આવતા ઉમેદવારો અકળાયા હતા.
વિદ્યાસહાયકની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ જિલ્લાકક્ષાએ કચેરી ખાતે જમાં કરાવવા માટે ઉમદેવારોલ તા.7મીથી આવી રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં 2000થી વધારે ઉમેદવારો દ્વારા ફોર્મ અને પ્રમાણપત્રો વેરીફાઇ કરવામાં આવ્યા છે. અને આ પ્રક્રિયા તા.19 નવેમ્બર સુધી ચાલશે.
ફોર્મ જમા કરાવવા માટે રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી કચેરી ખાતે ઉમેદવારો સતત ઉમટી રહ્યા હોવાથી કચેરીના ગેટથી રોડ સુધી લાંબી કતારો લાગી છે. તેમજ બેસવાની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી ઉમેદવારોને કલાકો સુધી ઉભા પગે રહેવુ 5ડી રહ્યુ છે તેમજ બહાર રસ્તા પર આવેલ સૌચાલય સુધી લાંબી લાઇન લાગી છે કચેરીના હોલમાં ખાલી જગ્યાના અભાવે ઉમેદવારોનો જમાવડો થયો છે. અને બેસવામાં પણ સમસ્યા થતી હોવાનુ રાવ ઉમેદવારોમાં ઉઠી હતી કેટલાક ઉમેદવારો નાના બાળકો સાથે આવતા પરેશાન થયા છે.
આ અંગે ઉમેદવારોમાંથી જાણવા મળ્યા મુજબ દુર-દુર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ઉમેદવારોને ફોર્મ જમા કરાવવા માટે આખો દિવસ કાઢવો પડી રહ્યો છે. કલાકો સુધી ફોર્મ જમા કરાવવા માટે રાહ જોવી પડી રહી છે. નાના બાળકો સાથે હોવાથી ધણી સમસ્યા થતી હોય ફોર્મ ચકાસણી અને જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માંગ ઉઠી છે.
ગુજરાત
વીંછિયાના આકડિયામાં યુવાને દારૂના નશામાં ઝેરી દવા પીધી
વિછીયા તાલુકાના આકડીયા ગામે રહેતા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના આકડીયા ગામે રહેતા જયેશ ધીરુભાઈ ભોજયા નામનો 27 વર્ષનો યુવાન સવારના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં વાડી વિસ્તારમાં હતો. ત્યારે દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જયેશ ભોજયા બે ભાઈ એક બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલના ભુણાવામાં આવેલી ફેક્ટરીમાં કામ કરતા શારદાકુમાર મણીરામ નામના 25 વર્ષના યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઝેરી દવા પીધી હોવાની શંકાએ તબીબે એમએલસી જાહેર કરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
પાલિતાણામાં શેત્રુંજય ગિરિરાજની મહાયાત્રાનો આજથી પ્રારંભ કરાયો
પાલિતાણા તીર્થમાં ચાતુર્માસ દરમિયાન શેત્રુંજય ગિરિરાજની યાત્રી બંધ રહેતી હોય છે, ત્યારે ચાતુર્માસ આરાધના પૂર્ણ થતાં, આજે શુક્રવારથી શેત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ કરવમાં આવી છે. પાલિતાણા પવિત્ર તીર્થસ્થાન શેત્રુંજય ગિરિરાજની યાત્રામાં ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે કારતક સુદ પુનમના દિવસે યાત્રાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જ્યાર ચાતુર્માસમાં ગિરિરાજની તળેટીમાં આચાર્ય ભગવતોની નિશ્રામાં જેન શ્રાવક-શ્રાવિકાઓ આરાધના કરે છે, જે આજે પૂર્ણ થશે.
કારતક સુદ પુનમ એટલે કે આજે શુક્રવારની વહેલી સવારથી જ જય જય શ્રી આદિનાથના જયઘોષથી શેત્રુંજય ગિરિરાજની મહાયાત્રાનો વિધિવત પ્રારંભ થશે. ગિરિરાજની મહાયાત્રાનું વિશેષ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ચાતુર્માસના ચાર મહિના દરમિયાન યાત્રા બંધ રાખવામાં આવે છે. જેમાં ચોમાસામા દરમિયાન જૈન સાધુ, સાધ્વીજી ભગવંતો સ્થિર રહે છે અને શ્રાવક, શ્રાવિકાઓ આરાધના કરે છે. આ ચાર મહિના પૂર્ણ થયા પછી જૈન સાધુ-સાધ્વીજી વિહાર શરુ કરે છે.
ગુજરાત
ગોંડલના રાવણા ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત
ગોંડલ તાલુકાના રાવણા ગામ પાસે આવેલ હનુમાન તળાવમાં પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી હતી ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ફાયર સ્ટાફ દ્વારા પાણીમાંથી વૃદ્ધના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાવણા ગામે રહેતા બેચરભાઈ નાગાણી સવારે ઘરેથી ખેતરે ખેતી કામ કરવા જતાં સમયે તળાવ ના કાંઠે સેવાળમાં પગ લપસતા ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. બનાવ અંગે રાવણા ગામના સરપંચ વિનુભાઈ પોશિયાએ તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ ઠૂંમર તથા ધારાસભ્યનાં પુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ જાણ કરતા તેમણે ફાયર સ્ટાફને જાણ કરી હતી.
ફાયર સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચ્યો હતો પરંતુ બેચરભાઈ ડૂબી જવાથી મૃત્યુ નિપજતાં તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યોતિરાદિત્યસિંહ, સમીરભાઈ કોટડીયા સહિત આગેવાનો રાવણા દોડી જઇ મૃતક નાં પરીવાર ને સાંત્વના પાઠવી હતી.
મૃતક બેચરભાઈ ઉકાભાઈ નાગાણી રાવણા ગામે રહી ખેતીકામ કરતા હતા. પરિવારમાં દીકરો, દીકરી હોવાનું જાણવા મળ્યું હતુ.
મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ માર્કેટિંગ યાર્ડની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને લઈને સુલતાનપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઇ દવેરાએ તપાસ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
સેન્સેક્સમાં 1100, સોનામાં 1900 અને ચાંદીમાં 3500નો કડાકો
-
ક્રાઇમ2 days ago
ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત
-
ગુજરાત2 days ago
હીરા ઉદ્યોગમાં વેકેશન અઠવાડિયું લંબાવાયું
-
ક્રાઇમ2 days ago
ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
-
રાષ્ટ્રીય23 hours ago
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
-
ગુજરાત2 days ago
બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ
-
ગુજરાત2 days ago
સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
-
ગુજરાત19 hours ago
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો