તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં તહેવાર ટાણે વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ સિવિલ હોસ્પિટલના ચોપડે રાજકોટ શહેર અને બહાર ગામના અકસ્માતની ઘટનાની 70 ઘટના નોંધાઇ…

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં તહેવાર ટાણે વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ સિવિલ હોસ્પિટલના ચોપડે રાજકોટ શહેર અને બહાર ગામના અકસ્માતની ઘટનાની 70 ઘટના નોંધાઇ છે. જેમાં 8 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે. તહેવાર ટાણે જ અકસ્માતની ઘટનામાં ઉછાળો આવતા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ સતત ધમધમતો રહ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાતમ-આઠમના તહેવારના ત્રણ દિવસમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાયો હતો. તેમ રાજકોટ શહેરમાં 29 અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બહાર ગામના 41 બનાવમાં પાંચ લોકો મોતને ભેંટ્યા છે. જેમાં ભુણાવા ચોકડી પાસે કારખાનામાં કામ કરતા અવિનાશ મુકેશભાઇ સોલંકી (ઉ.વ.22) સેમળા ચોકડી પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણયા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યો હતો.

મોરબીના જીજુંડા ગામે બાબુભાઇ બચુભાઇ (ઉ.વ.55) બાઇક લઇને જતા હતા ત્યારે અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. લોધિકાના સાગણવા ગામે શિવા રામચરણ (ઉ.વ.20) ચાલીને જતો હતો ત્યારે અજાણયા કાર ચાલકે ઠોકરે ચડાવ્યો હતો. વેરાવળમાં સુજલ મનોજભાઇ મહેતા (ઉ.વ.22) બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થયુ હતું. જસદણના ખડવાવડી ગામના ગુલાબ આલાભાઇ મકવાણા (ઉ.વ.35) કિરણબેન ગુલાબભાઇ મકવાણા (ઉ.વ.30) બાઇક લઇને જતા હતા. ત્યારે ગઢડીયા પાસે અજાણયા બાઇક ચાલકે અકસ્માત સર્જાયો હતો. મોરબીના લજાઇ ચોકડી પાસે કંપનીમાં કામ કરતો બિહારલાલ ગુરુદયાલરામ રામ (ઉ.વ.60) બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે ટંકારા પાસે બાઇક સ્લીપ થયુ હતું. જસદણના કમળાપુર ગામના રમેશભાઇ ગોરધનભાઇ ઉગરેજીયા (ઉ.વ.52)ના બાઇકને માળીયા માણીયાના નવાગામ પાસે અજાણયા કાર ચાલકે અડફેટે લીધુ હતું.

સંતકબીર રોડ પર રહેતા સુમિત માળી (ઉ.વ.42)ના બાઇકને હોસ્પિટલ ચોકમાં અજાણયા ટ્રક ચાલકે ઉલાળ્યુ હતું. ધોરાજીના જાજમેરના કાળુભાઇ પારધી (ઉ.વ.30)નું બાઇક સુંદરપરા ટોલનાકા પાસે સ્લીપ થયુ હતું. શાપરમાં રહેતા વર્ષાબેન વિજયભાઇ પરમાર (ઉ.વ.25) પારડી પાસે પતિના બાઇક પરથી નીચે પટકાયા હતા.
શાપરમાં અતુલસિંગ નરેન્દ્ર પ્રતાપ (ઉ.વ.35) ચાલીને જતા હતા ત્યારે અજાણયા બાળક ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. રીબડા પાસે સુરતના ઉદેશ રમેશભાઇ ચોટલીયા (ઉ.વ.24)નું બાઇક સ્લીપ થયુ હતું. રાજકોટના અનિલ હરગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.30)ના બાઇકને સુલાતપુર પાસે અકસ્માત નડ્યો હતો. થાનગઢના છત્રસિંહ જશવતસિંહ પરમાર (ઉ.વ.30)ના બાઇકને અકસ્માત નડ્યો હતો. વાંકાનેરના કણકોટના અરુનેશ જગદીશભાઇ પટેલ (ઉ.વ.23), સીધાવદર પાસે ટંકારાના રોહીશાળા ગામના સોમાભાઇ છગનભાઇ બાંમણીયા (ઉ.વ.45),કિશાનભાઇ મારુભાઇ બારૈયા (ઉ.વ.40), શાપરના રાણીબેન દાનાભાઇ મારુ (ઉ.વ.60), વાંકાનેરના હોલમઢના ગોપાલ વિનભાઇ ચાવડા (ઉ.વ.16),ગઢડાના મોટીકુંડળના મેહુલ ભાવશીંગ ભીલ (ઉ.વ.25), જામ ખંભાળિયાના કચનપુરના દેવીબેન રાણાભાઇ (ઉ.વ.65), શાપરમાં 25 વર્ષના અજાણયા યુવક, મોરબીમાં મનીષ રાજેશભાઇ(ઉ.વ.27), રાજકોટમાં મનોજ રાજારામભાઇ માજી (ઉ.વ.36), મુળીના રાણીપાટના પ્રદિપ નરસિંહભાઇ સોલંકી, જયશે ચદુરભાઇ સોલંકી, રાજકોટના ઇમરાન મહેબુબભાઇ મકવાણા (ઉ.વ.30), બામણબોર ગામના મનીષાબેન રમેશભાઇ જેસાણી સહિતનાને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ટીલાળા ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા બાબુભાઇ (ઉ.વ.35), કુવાડવાથી વાંકાનેર તરફ જતા રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા ત્રણ યુવાનો પૈકી જયદીપ સંજયભાઇ રાઠોડ (ઉ.વ.25) સહિત આઠ લોકોએ સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાએ દમ તોડી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *