મનપાના વેરા વિભાગ દ્વારા નાણાકિય વર્ષ પૂરુ થવાને જુજદિવસો બાકી હોય મીલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂદ્ધ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરી આજ રોજ વોર્ડ.1-7અને 18માં 1લાખથી વધુ વેરો બાકી હોય તેવા કોર્મોશીયલ મીલકત ધારોકની વધુ સાત મીલકતો સીલ કરી હતી સીલગથી બચવા 18 આસામીઓ સ્થળ ઉપર વેરો ભરપાઇ કરતા મનપાના વેરા વિભાગને રૂા.30.86 લાખની આવક થઇ હતી.
વેરા વિભાગ દ્વારા આજ રોજ શીતલ પાર્ક ચોકમાં આર.કે.વર્લ્ડ ટાવર 6વિં ફ્લોર પર શોપ નં-606 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,970/-. શીતલ પાર્ક ચોકમાં આર.કે.વર્લ્ડ ટાવર 12વિં ફ્લોર પર શોપ નં-1204 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,817/-. વિજય પ્લોટ મેઈન રોડ પર વિજય પ્લોટ-12માં ગ્રાઉન્ડ ફ્લોર પર 4-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.4.40 લાખ. અમૃત ઇન્ડ એરિયામાં પ્લોટ નં-21/એ માં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી રિકવરી રૂૂ.96,000/- ઙઉઈ ચેક આપેલ. આજ રોજ બપોરે 1:00 કલાક સુધી 7-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા આજના દિન ની રીકવરી રૂૂા.30.86 લાખ. 01/04/2024 થી આજ દિન સુધીની રિકવરી રૂૂ.361.16 કરોડ કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
