ઉમેદવારો મનપાની વેબસાઈટ પરથી તા. 24 ફેબ્રુઆરીથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે
મહાનગરપાલિકામાં અનેક વિભાગોમાં ઉચ્ચઅધિકારીઓની પોસ્ટ ઘણા સમયથી ખાલી છે. જેના માટે લેખિત પરીક્ષા ઈન્ટરવ્યુ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. જે પૈકી ઘણા સમયથી ઈન્ચાર્જ થકી ચાલતી ટાઉન પ્લાનીંગ વિભાગની ટાઉન પ્લાનર પોસ્ટ માટે લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ મેનેજર,વોર્ડ ઓફિસર અને ઓફિસ સુપ્રીટેન્ડન્ટની જગ્યા માટે પણ એક સાથે તા. 2 માર્ચના રોજ અમદાવાદ ખાતે પરિક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તા. 24 ફેબ્રુઆરીથી મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
મહાનગરપાલિકાના મહેકમ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ મનપાની જુદી જુદી જગ્યાઓ માટેની લેખીત પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આગામી તા. 2-3-2025ને સવારે 10:30થી 12 વાગ્યા સુધી અમદાવાદ ખાતે પરીક્ષા લેવામાં આવશે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરની પોસ્ટ માટે પરીક્ષા લેવાશે. જેના માટે 183 અરજીઓ આવેલી છે. તેવી જ રીતે મેનેજરની પોસ્ટ માટે 188 અરજી તથા વોર્ડ ઓફિસર માટે 145 અરજી અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે 153 અરજી આવેલ હોય તા. 2-3-2025ના રોજ તમામ પોસ્ટ માટે પરિક્ષા લેવામાં આવશે.
અરજી કરેલ ઉમેદવારો લેખીત પરીક્ષાના કોલ લેટર તા. 24-2-2025થી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી ડાઉનલોડ કરી શકશે. મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી અનેક વિભાગોમાં ઉચ્ચ અધિકારીની પોસ્ટ ઈન્ચાર્જથી ચલાવવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને ટાઉન પ્લાનર તરીકે વખતો વખત ઈન્ચાર્જની નિમણુંક થયા બાદ હવે ટાઉન પ્લાનરની લેખીત પરીક્ષા લેવામાં આવશે. જેના પરિણામ આવ્યા બાદ સંભવત મનપાના ટાઉન પ્લાનરની કાયમી નિમણુંક કરવામાં આવશે.
