ગુજરાતમાં ઈમેઈલ ઉપર બોંબની ધમકીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ-વડોદરાની 38 જેટલી નામી સ્કુલોમાં ખાલિસ્તાનીઓના નામ બોંબ મુકયાના ફેક ઈમેઈલ મળ્યા બાદ આજે ગુજરાતની રાજકોટ સહિત છ જેટલી કોર્ટોમાં બપોરે 1.30 વાગ્યે બોંગ ફુટશે તેવા ફેક ઈ મેઈલ મળતાં પોલીસ તંત્ર ધંધે લાગી ગયું હતું અને તમામ કોર્ટો ખાલી કરાવી બિલ્ડીંગોના ખુણેખુણા ફેંકી માર્યા હતાં. પરંતુ કોઈ નહીં મળતાં સૌએ રાહતનો દમ લીધો હતો.
રાજકોટની કોર્ટમાં બોંબની ધમકીના ઈ મેઈલ ગત તા.2 ફેબ્રુઆરીના રોજ મળ્યા બાદ માત્ર 15 દિવસમાં આજે બીજી વખત આવો ફેક ઈમેઈલ મળતાં તંત્ર ધંધે લાગ્યું હતું અને કામકાજને પણ અસર થઈ હતી.
રાજકોટ સહિત રાજ્યની છ શહેરની અદાલતો ને બોમથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી જેમાં શહેરના જામનગર રોડ ઘંટેશ્વર નજીક નવા જિલ્લા ન્યાય કોર્ટના બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાની આજે સવારે 10.30 કલાક ઉઘડતી કોર્ટે ઇમેલ દ્વારા ધમકી મળતા નાસભાગ અને અફડાતફડી મચી જવા પામી હતી. તાત્કાલિક આ અંગે કોર્ટ દ્વારા પોલીસ કંટ્રોલ રૂૂમને જાણ કરતા બોમ્બ , ડોગ સ્કવોડ, એસ ઓ જી સહિતની પોલીસ ટીમ દોડી ગઈ હતી.તપાસના અંતે કશું વાંધાજનક નહીં મળતા તંત્રએ હાશકારો અનુભવાયો હતો.
રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં સ્કૂલોને મેઈલ કરવામાં આવે છે. પછી કોર્ટને ઉડાવી દેવાના મેઈલ મળી રહ્યા છે. મહેસાણા, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને વલસાડની કોર્ટને આજે ધમકી ભર્યા મેઈલ મળ્યા છે.રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં સ્કૂલોને મેઈલ કરવામાં આવે છે અને પછી કોર્ટને ઉડાવી દેવાના મેઈલ મળી રહ્યા છે. રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગને પણ ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ મળી હતી. આથી મોટે ભાગે દર માસે રાજકોટના કોર્ટ બિલ્ડીંગની બોમ્બ સ્કવોડ અને બોબ સ્કવોડ દ્વારા રેગ્યુલર તપાસ કરવામાં આવી હતી.
આજે સવારે 10:30 વાગે ઉઘડતી કોર્ટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઓફિશિયલ ઇમેઇલ આઇડી ઉપર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ધમકી મળતા જ પોલીસને જાણ કરતા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, બોમ્બ સ્કવોડ, ક્લિક રિસ્પોન્સ ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો પોલીસ કાફલો ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પહોંચી ગયો હતો અને તપાસનો દોર હાથમાં લઈ લીધો હતો.
મળતી માહિતી મુજબ કોર્ટને ઉડાવી દેવાની અગાઉ ઘણી વખત ધમકી મળી હોય કોર્ટની સલામતી વ્યવસ્થાની ચકાસણી માટે અવારનવાર મોકડ્રિલ પણ યોજવામાં આવતી હોય છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ, એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, પીએસઆઈ વી વી ધ્રાંગુ, એમ વી જાડેજા સહીતની ટીમો કરવામાં આવી હતી. તેમાં બોમ્બ સ્કવોડ, સહિતની પોલીસ ટુકડીઓની કોર્ટના ખૂણે ખૂણાની તપાસ પૂરી થતાં સુધીમાં કશું પણ વાંધાજનક નહિ મળતા રાહતનો દમ લેવામાં આવ્યો હતો. બાદ કોર્ટ રાબેતા મુજબ શરૂૂ રહી હતી.
