ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ માટે 50 કરોડ રિકવેસ્ટ મળી

ફૂટબોલ જગતનું સંચાલન કરતી સંસ્થા ફિફા એ કહ્યું છે કે આ વર્ષે યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટો માટે અમને 50 કરોડથી પણ વધુ રિક્વેસ્ટ મળી…

ફૂટબોલ જગતનું સંચાલન કરતી સંસ્થા ફિફા એ કહ્યું છે કે આ વર્ષે યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટો માટે અમને 50 કરોડથી પણ વધુ રિક્વેસ્ટ મળી છે.

2026નો ફિફા વર્લ્ડ સંયુક્ત રીતે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે. ટિકિટો માટેની સૌથી વધુ રિક્વેસ્ટ જર્મની, ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, સ્પેન, પોર્ટુગલ, આર્જેન્ટિના અને કોલમ્બિયાના સોકર ચાહકો તરફથી મળી છે.
ફિફા કહે છે કે ટિકિટનો ભાવ 8,680 ડોલર (અંદાજે 7.84 લાખ રૂૂપિયા) સુધીનો હોવો જોઈએ. ખૂબ ટીકા થયા પછી ફિફાએ ગયા મહિને જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટના 48 નેશનલ ફેડરેશનોને દરેક મેચ માટે 60 ડોલરની ટિકિટો ઑફર કરશે અને ફેડરેશનો એ ટિકિટો પોતાના ફેન્સમાં કેવી રીતે વહેંચવી એ નક્કી કરશે.

ફિફાને જે મેચોની ટિકિટો માટે રિક્વેસ્ટ મળી છે એમાં સૌથી વધુ રિક્વેસ્ટ પોર્ટુગલ અને કોલમ્બિયા વચ્ચેની મેચ માટેની છે. એ મેચ 27મી જૂને ફ્લોરિડાના માયામી ગાર્ડન્સમાં રમાવાની છે. એ ઉપરાંત મેક્સિકો-સાઉથ કોરિયા મેચની તેમ જ 19મી જુલાઈની ફાઇનલની રિક્વેસ્ટ પણ ફિફાને મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *