હરલીન દેઓલની શાનદાર ફિફ્ટી સાથે યુપી વોરિયર્સની WPLમાં પ્રથમ જીત

  હરલીન દેઓલની શાનદાર અડધી સદીના કારણે યુપી વોરિયર્સે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 162 રનના લક્ષ્યને 11 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો.…

 

હરલીન દેઓલની શાનદાર અડધી સદીના કારણે યુપી વોરિયર્સે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 162 રનના લક્ષ્યને 11 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો. હરલીને 39 બોલમાં 12 ચોગ્ગા ફટકારીને અણનમ 64 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 161 રન બનાવ્યા, જેમાં નતાલી સાયવરે સૌથી વધુ 65 રન બનાવ્યા.

ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં યુપી વોરિયર્સને જીતવા માટે 162 રનની જરૂૂર હતી. લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન મેગ લેનિંગ અને કિરણ નવગિરેએ સારી શરૂૂઆત કરી પ્રથમ વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી. લેનિંગ 26 બોલમાં 25 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ કિરણ નવગિરે 10 રન બનાવીને પેવેલિયન પરત ફરી, જે બંનેને 7મી ઓવરમાં નતાલી સાયવરે આઉટ કર્યા. ત્યારબાદ હરલીન દેઓલે ફોબી લિચફિલ્ડ સાથે મળીને 73 રન ઉમેરીને ટાર્ગેટને સરળ બનાવ્યો હતો.

ફોબી લિચફિલ્ડે 22 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. હરલીને અંત સુધી ટકી રહી 39 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. આ શાનદાર ઈનિંગ માટે તેણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ક્લો ટ્રાઈઓને 11 બોલમાં મહત્વપૂર્ણ 27 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવ્યા હતા. પિચને ધ્યાનમાં રાખીને આ સ્કોર ઓછો હતો. મુંબઈ તરફથી અમનજોત કૌરે 38 અને નતાલી સિવર 65 રન બનાવ્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરનું બેટ ચાલ્યું નહી, તેણે ફક્ત 16 રન બનાવ્યા. નિકોલા કેરીએ 20 બોલમાં 32 રન બનાવ્યા હતા.

યુપી વોરિયર્સ તરફથી શિખર પાંડેએ 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી. સોફી એક્લેસ્ટોન અને શોભાના આશાએ પણ 1-1 વિકેટ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *