ભારતીય અંડર-19 ટીમે પોતાના વર્લ્ડ કપ અભિયાનની વિજયી શરૂૂઆત કરી છે. ભારતે વરસાદથી વિક્ષેપિત મુકાબલામાં અમેરિકાને છ વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા અમેરિકાએ 35. ઓવરમાં 107 રન બનાવ્યા. જ્યારે ભારત લક્ષ્યનો પીછો કરવા ઉતર્યું ત્યારે વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો, જેના કારણે મેચ લાંબા સમય સુધી રોકવી પડી હતી. ભારતને 37 ઓવરમાં 96 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો. ભારતે 17.2 ઓવરમાં ચાર વિકેટે 99 રન બનાવીને મેચ જીતી લીધી.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતની શરૂૂઆત સારી નહોતી. ભારતે વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીની વિકેટ વહેલી ગુમાવી દીધી. વૈભવ બે રન બનાવીને આઉટ થયો. વૈભવના આઉટ થયા પછી વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો. પહેલા ખરાબ પ્રકાશને કારણે મેચ રોકી દેવામાં આવી પછી ફરી શરૂૂ થયા પછી ભારતે ટૂંક સમયમાં વેદાંત ત્રિવેદીની વિકેટ ગુમાવી, જે બે રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન આયુષ મ્હાત્રે 19 બોલમાં 19 રન બનાવી આઉટ થયો, જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ભારતે 25 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવું લાગતું હતું. ત્યારબાદ, વિહાન મલ્હોત્રાએ વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડુ સાથે મળીને ઇનિંગ્સને સ્થિર કરી હતી. બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 43 બોલમાં 45 રન ઉમેર્યા જેનાથી ટીમનો સ્કોર 70 સુધી પહોંચી ગયો. એવું લાગતું હતું કે આ બે બેટ્સમેન મેચ પૂરી કરશે, પરંતુ કેપ્ટન ઉત્કર્ષ શ્રીવાસ્તવે વિહાનને આઉટ કરીને ભારતને ચોથો ઝટકો આપ્યો. વિહાન 17 બોલમાં 18 રન બનાવી આઉટ થયો, જેમાં બે ચોગ્ગાનો સમાવેશ થાય છે.
જ્યારે વિહાન મેચ પૂરી કરી શક્યો નહીં, ત્યારે કુંડુએ કામ કર્યું. તેણે કનિષ્ક ચૌહાણ સાથે મળીને ભારતની જીત સુનિશ્ચિત કરી. કુંડુએ છગ્ગો ફટકારીને જીતની ઔપચારિકતા પૂર્ણ કરી. કુંડુ 41 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો અને કનિષ્ક 14 બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યો. યુએસએ તરફથી રિત્વિક અપિદીએ બે વિકેટ લીધી, જ્યારે ઋષભ શિમ્પી અને ઉત્કર્ષે એક-એક વિકેટ લીધી. ભારત તરફથી ઝડપી બોલર હેનિલ પટેલે પાંચ વિકેટ લીધી. દિપેશ દેવેન્દ્રન, આરએસ અંબરીશ, વૈભવ સૂર્યવંશી અને ખિલન પટેલે એક-એક વિકેટ લીધી. એક ખેલાડી રન આઉટ થયો.
ભારતીય ટીમ અંડર 19 ટીમની પ્રબળદાવેદાર માનવામાં આવી રહી છે. હેનિલ પટેલે એકલા હાથે અમેરિકાની અડધી ટીમને પેવેલિયન પરત કરી હતી. વલસાડના હેનિલ પટેલે 1,2 નહી પરંતુ 5 વિકેટ લીધી હતી.અમેરિકાની ટીમ 107 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી હેનિલ પટેલે ઓપનિંગ બેટિંગ કરી હતી, તેમણે 7 ઓવરમાં 16 રન આપીને 5 વિકેટ લીધી હતી. વૈભવ સૂર્યવંશીએ અમેરિકાને છેલ્લો ઝટકો આપ્યો હતો. હેનિલ પટેલનું પ્રદર્શન જોઈ કહી શકાય કે,હેનિલ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કું છે.
