રાજકોટમાં બોલબાલા માર્ગ પટેલ વાડી પાસે એકટીવા અને કાર વચ્ચે અકસ્માત થતો સહેજમાં જ અટકી ગયા બાદ કારમાં બેઠેલા શખસોનો બે એકટીવાસવાર ઉપર બેઝબોલ ધોકાથી હુમલાના કેસમાં ચાર શખસોનો છૂટકારો ફરમાવાયો છે.
આ કેસની હકીકત મુજબ, આ કામના ફરિયાદી સોહિલ રજાકભાઈ ખેડારા (રહે. નવલ નગર 3/14, મવડી પ્લોટ રજા મંઝિલ રાજકોટ)અને તેનો મિત્ર દીપેન દાણીધારીયા તેમ બંને તેઓનું એકટીવા લઈને ગઈ તા.06/ 03/ 2021ના ભગવતીપરામાંથી તેમના ઘર તરફ જતા હતા, બોલબાલા માર્ગ ઉપર પટેલ વાડી પહેલાના ચોકમાં કારને એકટીવા અડતા રહી ગયેલ, તેથી તે કારમાંથી ચાર માણસોએ ઉતરીને ફરિયાદી સોહીલ અને દીપેનને બેફામ ભુંડી ગાળો દેવા લાગેલા તેમજ બેઝ બોલના ધોકાથી હુમલો અને ફડાકાવાળી કરતા ધોકો બંનેએ મૂઢ ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવેલી હતી અને જે સબબ વિગતવાર ફરિયાદ આપવામાં આવી હતી, જે તપાસ દરમિયાન યશરાજ જીવરાજભાઈ માંજરીયા, રાહુલ ગોરધનભાઈ વાલાણી, વિશાલ વિનોદભાઈ મેવાડા તેમજ જયદીપ કલ્પેશભાઈ જયસ્વાલની અટક કરવામાં આવેલ હતી અને તેઓ વિરૂૂધ્ધ ચાર્જશીટ ફાઈલ કરેલ હતું.
જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા જરૂૂરી મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને આ કામે બચાવ પક્ષે આરોપી તરફેની જરૂૂરી રજુઆતો કરવામાં આવી હતી કે ખુદ ફરીયાદી તથા સાહેદો કેસને સમર્થન કરતા ન હોય તેમજ જાહેર જગ્યા ઉપરનો બનાવ હોવા છતાં કોઈ સ્વતંત્ર સાહેદોના નિવેદનો લેવામાં આવેલા નથી, તેવી રજૂઆતો, હકીકતો તેમજ દલીલો ધ્યાને લઈ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, દયા કે. છાયાણી, નિમેશ વિ. જાદવ, તેમજ આસિસ્ટનટ તરીકે શ્રધ્ધા આર. ખખ્ખર રોકાયા હતા.
