રાજકોટની સૌથી ઉંચી ઈમારતમાં આગ ભભૂકી ઉઠી હતી. નાનામવા સર્કલ નજીક આવેલી 22 માળના સિલ્વર હાઈટસ બિલ્ડીંગમાં આઠમાં માળે આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ અને 108 10 મીનીટમાં જ ઘટના સ્થળે દોડી ગયો હતો. આગમાં બે વ્યક્તિ ફસાઈ હોય જેનું હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્કયુ કરવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તોનું સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે અંતે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતાં લોકોમાં હાશકારો થયો હતો.
રાજકોટની સૌથી ઉંચી ઈમારતમાં આગ ભભૂકી
રાજકોટની સૌથી ઉંચી ઈમારતમાં આગ ભભૂકી ઉઠી હતી. નાનામવા સર્કલ નજીક આવેલી 22 માળના સિલ્વર હાઈટસ બિલ્ડીંગમાં આઠમાં માળે આગ લાગી હતી. બનાવની જાણ થતાં…
