જેતપુર નજીક એક જ રાતમાં 4 કારખાનામાં ચોરી

ચોરી કરનાર ચાર શખ્સો સીસીટીવીમાં કેદ, તસ્કર ટોળકીનું પગેરુ દબાવતી ગ્રામ્ય એલસીબી   જેતપુર નજીક જેતલસર પાસે કારખાનામાં ચોરીનો બનાવ એક જ રાતમાં સિમેન્ટના ત્રણ…

ચોરી કરનાર ચાર શખ્સો સીસીટીવીમાં કેદ, તસ્કર ટોળકીનું પગેરુ દબાવતી ગ્રામ્ય એલસીબી

 

જેતપુર નજીક જેતલસર પાસે કારખાનામાં ચોરીનો બનાવ એક જ રાતમાં સિમેન્ટના ત્રણ કારખાના સહિત ચાર કારખાનામાં ચોરીના બનાવથી જેતપુર તાલુકા પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી. ચોરીના બનાવમાં સીસીટીવીમાં ચાર શખ્સો કેમેરામાં કેદ થયા હોય જેનું પગેરૂ મેળવવા એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. કડકડતી ઠંડીમાં તસ્કરોએ ચોરી કરીને પોલીસની ઉંઘ ઉડાવી દીધી હતી.

મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં ઠંડીના માહોલમાં તસ્કરો સક્રિય બન્યા છે. પોલીસનું પેટ્રોલીંગ ધીમુ પડતાં તસ્કરો ફાવી ગયા હતાં. જેતપુર નજીક જેતલસર પાસે આવેલ ચાર કારખાનામાં ચોરીનો બનાવ બન્યો હતો. 26મી જાન્યુઆરીની રાત્રે બનેલા આ બનાવમાં જેતલસર નજીક આવેરા રાહકૃપા સિમેન્ટ, વિનય સિમેન્ટ અને જલારામ સિમેન્ટ નામના કારખાનામાં તસ્કરો ત્રાટકયા હતાં. કારખાનાની ઓફિસમાં તાળા તોડી ઘુસેલા તસ્કરોએ જે હાથમાં આવ્યું તે ચોરી કરી ગયા હતાં.

આ મામલે કારખાનાના માલીકે પોલીસને જાણ કરતાં જેતપુર તાલુકા પોલીસ તેમજ ગ્રામ્ય એલસીબીની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. બે દિવસ પૂર્વેના બનાવમાં હાલ પોલીસે માત્ર અરજી લીધી છે. ત્યારે કારખાનામાં થયેલી ચોરીના બનાવ અંગે સીસીટીવી ચેક કરતાં ચાર શખ્સો સીસીટીવીમાં દેખાયા હતાં. એક જ રાતમાં ચારખાનાને નિશાન બનાવનાર આ તસ્કર ટોળકીનું પગેરૂ દબાવવા જેતપુર તાલુકા પોલીસ સાથે ગ્રામ્ય એલસીબીની ટીમ કામે લાગી છે અને આ તસ્કર ટોળકીને સંકજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *