જામનગર તાલુકાના સિક્કા દરેડ તેમજ કનસુમરા ગામમાં પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને કુલ 17 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગર નજીક કનસુમરા ગામમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો પંચકોષી બી. ડિવિઝન પોલીસે પાડ્યો હતો.
જ્યાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા રાહુલ ચરણદાસ શાક્ય, કમલસિંગ પન્નાલાલ જાટવ, સોબરનસિંગ રામ કરણસિંગ તોમર, સંઘપ્રિય રાજુ ગૌતમ, છોટુ ભગીરથ મંડેયા, મુકેશ રામનરેશ ગૌતમ, અને આકાશ રઘુવીર રાઠોડની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 14,300 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જુગાર અંગેનો બીજો દરોડો જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગોવિંદસિંગ પરમસિંગ ગોંડ, ગિરધારી બાલસ્વરૂૂપ પટેલ, પુષ્પેન્દ્રસિંગ કરનસિંગ ઠાકુર, ડોમનસિંગ જીવનસિંઘ લોધી, મહેશ કોમલભાઈ સાહુઝ રવિ જીવનલાલ સેન, અને રાજેશસિંહ કૈલાનસિંગ લોધી ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 15,100 ની રોકડ રકમ કબજે કરી છે.
જુગાર અંગે નો ત્રીજો દરોડો જામનગર તાલુકાના સિક્કા ગામમાં પાડવામાં આવ્યો હતો. સિક્કામાં જકાતનાકા વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જાવેદ ગનીભાઈ સોઢા, હસન સાલેમહંમદ ભાયા, તેમજ આમીન અહમદભાઈ શુંભણીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 550 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
કારમાંથી 40 નંગ દારૂની બોટલો મળી
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં પાર્ક કરેલી એક કારની પોલીસે તલાસી લેતાં અંદરથી 40 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જો કે દારૂૂ સંતાડનાર ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે. જામનગરના સીટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે રામેશ્વર નગર વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી જીજે 13 એ.એચ. 3857 નંબરની કારમાં ઈંગ્લીશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડેલો છે, તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચેકિંગ કરતાં કારની અંદરથી 40 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂૂપિયા 3,47,200ની માલમતા કબજે કરી લઈ કારમાં દારૂૂ સંતાડનાર જીતેન્દ્રસિંહ કનુભાઈ જાડેજા નામના શખ્સને ફરારી જાહેર કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.
