ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારજેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઉના ના નવાબંદર…

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારજેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઉના ના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી અલગ-અલગ મોટરસાઇકલ પર દારૂૂની હેરાફેરી કરતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. પરમાર , પીએસઆઈ એમ.એ. રાઠોડ સર્વેલન્સ ટાઉન બીટ સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી.પોલીસે નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂૂ ની હેરાફેરીકરતાવિપુલ સાર્દુલભાઈ ગોહિલ રહે.ઉમેજ, હાજી કાસમભાઈ સુમરા રહે. ગીરગઢડા સંજય, દેવશી ભાઈ સોલંકી રહે. વાસોજ , અશોક મનસુખભાઈ સોંદરવા રહે. સુરત, મૂળ મોઠા ને ઝડપી પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂૂની વિવિધ બ્રાન્ડની કાચ અને પ્લાસ્ટિકની કુલ 113 બોટલો, કિંમત રૂૂ.23,542, 22 બીયર ટીન, કિંમત રૂૂ.2,486 કબજે કર્યા હતા. આ ઉપરાંત દારૂૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી 4 મોટરસાઇકલ, કિંમત રૂૂ.1,35,000 પણ કબજે કરવામાં આવી હતી.
આમ પોલીસે કુલ રૂૂ.1,61, 028નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનના ચાર અલગ-અલગ કેસો નોંધ્યા છે. નવાબંદર મરીન પોલીસની આ કામગીરીથી દારૂૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *