રેન્જ IGની જનસંપર્ક સભામાં બીજા દિવસે 33 ફરિયાદ

દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યના અરજદારોની રજૂઆત બાદ તાત્કાલિક અહેવાલ મગાવાયા રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તા.01 અને 02 એપ્રિલ, 2026…

દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યના અરજદારોની રજૂઆત બાદ તાત્કાલિક અહેવાલ મગાવાયા

રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તા.01 અને 02 એપ્રિલ, 2026 ના રોજ રાજકોટ રેન્જ હેઠળના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર જિલ્લાઓના નાગરિકોના હિતાર્થે ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરૂૂદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતુ.

તા.1 અને તા.2 ના રોજ યોજાયેલ જનસંપર્ક સભામાં વ્યાજખોરીમાં ફસાયેલ લોકોને કોઇપણ ડર વિના પોલીસ ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. જેમા બે દિવસના વ્યાજખોરી સામેના લોક દરબારમાં બુધવારે 35 અરજદારો આવ્યા બાદ ગુરૂૂવારે વધુ 33 અરજદારો આવી ફરીયાદો કરી હતી. જેમા પોલીસ કંઈ સાંભળતી નથી. જે ફરીયાદોમાં જામનગર જીલ્લામાંથી સૌથી વધુ 23 ફરીયાદો આવી હતી અને દેવભૂમી દ્રારકામાં સૌથી ઓછી માત્ર 4 ફરીયાદો આવી હોય જેમા તરત ગુનો નોધાય તેવી કોઈ ફરીયાદ આવી ન હોવાનુ પોલીસે જણાવ્યુ હતું.

રાજાકોટ જીલ્લો, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્રારકા, મોરબીમાં વ્યાજખોરો સામે કડક જુબેશ ચલાવવા રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્રારા બે દિવસ જનસંપર્ક સભાનુ આયોજન થયુ હતુ.

જેમા પિડીતોને સીધી રજુઆત સાંભળી હતી. પહેલા દિવસે 35 બાદ બીજા દિવસે 33 લેખીતમાં મળતા કુલ 68 અરજદારો દ્રારા વ્યાજખોરો સામે ફરીયાદ કરવામાં આવતા રેન્જમાં ચાલતા વ્યાજખોરીનો મુદ્દો ગંભીર સમસ્યા બની ગઈ હોય તેમજ 31 ફરીયાદો એવી હતી કે જેમા રેન્જ ડીઆઈજીએ તુરંત જીલ્લાઓ માંથી વિગતો મંગાવી તત્કાલીક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સીધી ફરીયાદમાં ગુનો નોધાય તેવી કોઈ રજુઆત મળી ન હતી.

જનસંપર્ક સભામાં બે દિવસમાં પાંચ જીલ્લાની કુલ 68 રજુઆતો
1) રાજકોટ ગ્રામ્ય જીલ્લાની – 17
2) મોરબી જીલ્લાની – 18
3) જામનગર જીલ્લાની – 23
4) સુરેન્દ્રનગર જીલ્લાની – 06
5) દેવભૂમી દ્વારકા જીલ્લાની – 04

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *