અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.…

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અલીયાબાડા નજીક ગોકુલ પર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કમલભાઈ કરસનભાઈ આદિવાસી ખેત મજુર પોતાના ભાઈ પવન તથા બનેવી મોહનભાઈ ત્રણેય કરિયાણા નો માલ સામાન ખરીદીને પગપાળા ચાલીને આલિયાબાડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી પુર ઝડપે આવી રહેલા ણી.જે.-3 ડી.એચ. 6168 નંબરના બાઈકના ચાલકે સાળા-બનેવી ત્રણેયને હડફેટમાં લઈ લેતાં ઇજાગ્રસ્ત બન્યા હતા, અને ત્રણેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બનેવી મોહન કુમારની હાલત નાજુક ગણાવાઈ રહી છે.

જયારે બાઈક સવાર પણ ઈજાગ્રસ્ત બન્યો હતો. જે પોતે ખાનગી દવાખાનામાં સારવાર મેળવી ને ભાગી છુટ્યા છે. જેને પોલીસ શોધી રહી છે. અકસ્માત નો બીજો બનાવ લાલપુર નજીક મોટા ખડબા ગામ પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા ગુલમહમદભાઈ નૂરમહમદભાઈ રાઉમાં નામના 55 વર્ષના પ્રૌઢને પાછળથી આવી રહેલી જી.જે. 18 એક્સ 3111 નંબરની બોલેરો પીકપ વેન ના ચાલકે હડફેટમાં લઈ હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી છે. જે મામલે બોલેરો પીકપ વેનના ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *