ઇજાગ્રસ્ત યુવાનને દાખલ કરવાના બદલે સિવિલમાં સારવાર આપી જવા દેવાયો: પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતા બેભાઇ થઇ જતા ફરી સિવિલમાં લવાયો
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ભારતનગરમાં માટલા વેચવાનું કામ કરતા પ્રરપ્રાતિય આધેડ ઉપર ત્રણ શખ્સોએ પાવડાના હાથ વડે હુમલો કરી મારમાર્યો હતો. પુત્ર આરોપીની પુત્રીને ભગાડી ગયો હોય જેથી ખાર રાખી હુમલો કર્યો હતો.જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારના અને હાલ ભારતનગર રોડ પર માટલા વેચતા નરેશભાઇ સુખદેવભાઇ શાહ (ઉ.વ.42) ગત રાતે સુતા હતા ત્યારે રાજેશ શાહ, સુરેશ અને ભુરિયાએ પાવડાના હાથા વડે હુમલો કરી માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો કે સિવિલના તબીબોએ ઇજાગ્રસ્તને દાખલ કરવાના બદલે સારવાર આપી જવા દેવાતા તે થોરાળા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા જયા ઉલટી થતા બેભાઇ થઇ જતા તેમને ફરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં નરેશભાઇનો પુત્ર બિગનેકુમાર ત્રણ વર્ષ પહેલા આરોપી રાજેશની પુત્રીને ભગાડી ગયો હતો. જેનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવા મળ્યુ છે. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
