રૂડા આવાસમાં જનતા રેડ : કવાર્ટરમાંથી દારૂની બોટલ મળી

પરપ્રાંતીય યુવતી અને તેનો મિત્ર કવાર્ટરમાં રહેતા હતા : આવાસ યોજનાના ફલેટ ભાડે અપાયાનું ખૂલ્યું રાજકોટ શહેરમા મહાનગર પાલિકા અને રૂડાનાં ભાડાનાં કવાર્ટરમા ઘણી જગ્યાઓ…

પરપ્રાંતીય યુવતી અને તેનો મિત્ર કવાર્ટરમાં રહેતા હતા : આવાસ યોજનાના ફલેટ ભાડે અપાયાનું ખૂલ્યું

રાજકોટ શહેરમા મહાનગર પાલિકા અને રૂડાનાં ભાડાનાં કવાર્ટરમા ઘણી જગ્યાઓ પર ગોરખધંધા ચાલતા હોવાની રજુઆતો અગાઉ પોલીસમા અને મનપામા કરવામા આવી હતી. ત્યારબાદ તંત્રએ ચેકીંગ કરી આવારા તત્વોને કવાર્ટરમાથી કાઢી અને કવાર્ટરને સીલ મારી દેવા સહીતની કામગીરી કરી હતી આમ છતા અમુક કવાર્ટરમા હજુ પણ અસામાજીક તત્વો દ્વારા ગોરખધંધા ચાલતા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે રાજકોટ શહેરનાં પરીશ્રમ સોસાયટી પાસે આવેલા રૂડા નગર આવાસનાં કવાર્ટરમા આજે લોકોએ જનતા રેડ કરતા કવાર્ટરમાથી એક દારૂની બોટલ મળી આવી હતી અને અલગ અલગ ગલાસ મળી આવ્યા હતા. તેમજ આ કવાર્ટરમા યુવતી અને તેની સાથે તેનો કિન્નર મિત્ર બંને રહેતા હતા.

આ ઘટનામા જયારે લોકો પાસેથી માહીતી મળી ત્યારે જાણવા મળ્યુ કે બંને વચ્ચે ઝઘડો થતા આ મામલો બહાર આવ્યો હતો અને લોકોએ જનતા રેડ કરી હતી. તેમજ હાલ આ રૂડાનગર આવાસ યોજનાનાં એલ વીંગનાં 306 નંબરનાં કવાર્ટરનાં મુળ માલીકનો સંપર્ક કરવામા આવ્યો હતો અને તેના ભાડાના ફલેટમા દારૂની મહેફીલો જામતી હોવાનુ પણ તેમને જણાવ્યુ હતુ . જેથી તેઓએ ફલેટે પહોંચી ફલેટ ખાલી કરી દેવાનુ ભાડુઆતને કહી દીધુ હોવાનુ પોલીસમાથી જાણવા મળી રહયુ છે. તેમજ આ ઘટના મામલે પોલીસ પણ ઉંડી તપાસ કરી રહી છે તેમજ આ ફલેટમા રાત્રીનાં સમયે કોઇની અવર જવર રહેતી હતી કે કેમ ? તે અંગે તપાસ કરવામા આવી રહી છે. તેમજ આવાસ યોજનાનાં કવાર્ટર ભાડે આપવાનાં કારસ્તાનનો સ્થાનીકોએ પર્દાફાશ કર્યો હતો તેમજ હવે તંત્ર દ્વારા આગામી સમયમા ભાડે આપેલા કવાર્ટર અંગે તપાસ કરવામા આવશે તેવુ જાણવા મળી રહયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *