સુરતમાં એક પરિવારના 3 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત: પતિ, પત્ની અને બાળકનું ઝેરી દવા પીવાથી મોત

  સુરતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા…

 

સુરતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, 36 વર્ષીય પિતા ફૈઝ અહેમદ, 32 વર્ષીય માતા મુબીના અહેમદ અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદે આપઘાત કર્યો છે. મૃતક પરિવાર અઠવાડિયા પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો. તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *