શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બિગ બજાર પાસે ઇસ્કોન મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર આવેલ બ્લુ મૂન નામના સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહવ્યાપારની પ્રવૃત્તિ કરનાર સ્પા સંચાલક, મેનેજર સહિત ત્રણ શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બિગ બજાર પાસે ઇસ્કોન મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર આવેલ બ્લુ મૂન નામના સ્પામા બોડી મસાજના ઓઠા હેઠળ દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ એમ સોનારા સહિતના સ્ટાફે તારીખ 6 /8 /16 ના રોજ દરોડો પાડ્યો હતો. પોલીસે રૂૂમની અંદર બે ગ્રાહકો અને થાઈલેન્ડ અને અરુણાચલ પ્રદેશની મહિલાઓ મળી આવતા પોલીસે સ્પા મેનેજર વિશાલ મનુ રાડિયા અને સ્પાના સંચાલક ચંદ્રેશ ચમન લુનાગરિયા અને અમશી નરોતમ દક્ષિણી સામે ટ્રાફિક ઈમોરલ પ્રીમેશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં ફરીયાદ પક્ષએ આઠ મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓને તપાસવામાં આવેલા,તમામ સાહેદોની ઉલટ તપાસ કરવામાં આવેલી બાદ બચાવ પક્ષના એડવોકેટ રઘુવીર બસીયાની દલીલમા ઈમોરલ ટ્રાફીક એકટ માં સ્પે.પોલીસ ઓફીસરનો ચાર્જ કોઈ અધિકારીને મળેલ હોય તેવું રેકળ પર આવેલ નથી.
પંચો ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપતા નથી પોલીસે રેડ કરતી વખતે વીડીયોગ્રાફી કરેલ હોવાનુ રેકર્ડ પર આવતુ નથી. ભોગબનનાર મહીલાઓને અદાલતમાં તપાસવામાં આવેલ નથી. સ્પાની આજુબાજુ દુકાનોના કોઈ સ્વતંત્ર સાહેદોના નીવેદનો પોલીસે લીધા નથી.સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ ટાક્યા હતા.બચાવ પક્ષના એડવોકેટની દલીલોને ગ્રાહય રાખી ત્રણેય આરોપીને અદાલત દ્વારા નીર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આરોપીઓ વતી એડવોકેટ તરીકે રઘુવીર બસીયા રોકાયેલ હતા
