Connect with us

ક્રાઇમ

સુરતની કંપનીનું 2800 કરોડનું હવાલા કૌભાંડ ઝડપાયું

Published

on

પીપલાજ ફોરેન ટ્રેડ કંપનીએ કાગળ ઉપર હીરાની આયાત બતાવી ડમી કંપનીઓ મારફત રૂા.2800 કરોડ હોંગકોંગ મોકલી દીધા


સુરતની પાપલાજ ફોરેન ટ્રેડ કંપની ઉપર ઇડીએ દરોડા પાડી સુરત-વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રના બે શહેરોમાંથી રૂા.2800 કરોડનુ હવાલાનું રેકેટ ઝડપી લીધુ છે. ઇડીએ પાપલાજ ફોરેન ટ્રેડ એલ એલ પીના ભાગીદારો સોમા સુંદર મીના અને ઓજસ કુમાર મોહનલાલ નાઇક તથા તેના સહયોગીઓ ના સુરત ઉપરાંત વડોદરા, મુંબઇ અને પુણેમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં અબજો રૂપિયાનુ હવાલા કૌભાંડ બહાર આવ્યુ હતુ.


ઇડીના તપાસમાં ખૂલ્યુ છે કે, સુરતની પાપલાજ ફોરેન ટ્રેડ એલ. એલ. પી. ના પ્રમોટરોએ દિલ્હી, મુંબઇ, પુણેની કંપનીઓ પાસેથી ભંડોળ મેળવ્યુ હતુ અને ડમી કંપનીઓ મારફત હોંગકોંગ સ્થિત આઠ જેટલી કંપનીઓને મોકલી દીધુ હતુ આ માટે પાાલાજ ફોરેન ટ્રેડ કંપનીએ કાગળ ઉપર હીરાની આયાત બતાવી દીધી હતી.
આ મનીલોન્ડરીંગ કૌભાંડમાં કાગળ ઉપર હીરાની આયાત બતાવી ડમી કંપનીઓ મારફત હોંગકોંગાી કંપનીમાં નાણા ટ્રાન્સફર કર્યાની મોડસ ઓપરન્ડી બહાર આવી છે ત્યારે સુરતના ડાયમંડના અન્ય વેપારીઓને પણ છાંટા ઉડવાની શકયતા દર્શાવાઇ રહી છે.સુરતના પાપલાજ ફોરેન ટ્રેડ કકઙ સંબંધિત રૂૂ. 2,800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં EDએ ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર શહેરોમાં દરોડા પાડ્યા હતા. EDના સુરત સ્થિત યુનિટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ , 1999ની જોગવાઈઓ હેઠળ પાપલજ ફોરેન ટ્રેડ એલએલપી, તેના ભાગીદારો સોમાભાઈ સુંદરભાઈ મીના અને ઓજસકુમાર મોહનલાલ નાઈક અને તેમના સહયોગીઓની વિવિધ જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે. સુરત, વડોદરા, મુંબઈ અને પુણેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


એજન્સીએ કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન ગુનાહિત દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. ED એ માહિતીના આધારે તપાસ શરૂૂ કરી હતી કે પાપલજ ફોરેન ટ્રેડ કકઙ એ હીરાની આયાત અને નિકાસમાં વધુ પડતા મૂલ્યાંકનને કારણે મોટી માત્રામાં નાણાં મોકલ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીએ જુલાઇ, 2023 અને માર્ચ, 2024 ની વચ્ચે હીરાની આયાતને વધુ પડતી ગણાવી હતી અને રૂૂ. 2,800 કરોડની નિકાસ કરી હતી.


EDની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પાપલજ ફોરેન ટ્રેડ એલએલપીને સુરત, દિલ્હી, મુંબઈ અને પુણે સ્થિત કંપનીઓ પાસેથી રૂૂ. 2,800 કરોડનું ભંડોળ મળ્યું હતું અને તેને હોંગકોંગ સ્થિત આઠ સંસ્થાઓને મોકલ્યું હતું. EDએ કહ્યું કે સર્ચ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીને આશરે રૂૂ. 2,800 કરોડની રકમ ટ્રાન્સફર કરનાર સંસ્થાઓ શેલ એન્ટિટી હતી.

ક્રાઇમ

રાજકોટના ત્રણ ગઠિયાની શેર દલાલ સાથે 18 લાખની ઠગાઇ

Published

on

By

પૈસાના બંડલનો વોટસએપમાં ફોટો મોકલી ડિજિટલ કરન્સી ટ્રાન્સફર કરાવી લીધી, 18 લાખ નહીં આપતા પોલીસમાં ફરિયાદ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામની સીમમાં હોટલના કમ્પાઉન્ડમાં રાજકોટથી આવેલા ત્રણ શખ્સોએ રૂૂ. 18 લાખ ભરેલી બેગ બતાવી 20,339 યુ.એસ.ડી.ટી વોલેટમાં ટ્રાન્સફર કરાવી રૂૂ. 18 લાખની બેગ લઈ છરી બતાવી ભાગી જઈ છેતરપિંડી કરી હતી.ટેન્શનમાં આવેલા શેર દલાલે ફિનાઈલ પી લેતાં સારવાર બાદ કામરેજ પોલીસમાં ત્રણેય શખ્સો વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો મુજબ,સુરતના ડભોલી રોડ ઉપર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં હિમાયુ નરેશભાઈ અણધણ (ઉ.વ.29, મૂળ રહે નવા નવડા, જી.બોટાદ) પરિવાર સાથે રહે છે અને શેર દલાલીનું કામ કરે છે.તા.02-09-2024ના બે દિવસ અગાઉ જયરાજ કાઠી નામના વ્યક્તિએ ટેલિગ્રામના માધ્યમથી ઓળખાણ કરીને કરણ વાલજીભાઈ ખરા (રહે.રાજકોટ)ને મોબાઈલ નંબર આપ્યો હતો. બાદમાં કરણ ખરાએ હિમાયુ અણધણને મોબાઈલ ઉપર ફોન કરી રાજકોટથી સુરત આવીએ છીએ.તમારો નંબર જયરાજભાઈએ આપેલો છે, મારે 20,000 યુ.એસ.ડી.ટી ડિજિટલ કરન્સીની જરૂૂર છે.તમારે વેચાણ કરવી હોય તો લેવા તૈયાર છે અને પૈસા રોકડા મળી જશે તેવી વાત કરી હતી.

કરણ ખરાએ વારંવાર હિમાયુને ફોન કરીને મળવા બોલાવતા સરથાણા જકાતનાકા ખાતે ગયા હતા. જ્યાં હિમાયુ મિત્ર હાર્દિક ગોપાણી અને દર્શ માવાણી સાથે કારમાં ગયા હતા અને ગાડીમાં કરણ ખરાને દૂરથી જોતા કામ કરવા યોગ્ય નહીં લાગતા પરત ઘરે જતા રહ્યા હતાં.દરમિયાન રાત્રિના બેગમાં 500, 200 અને 100ના બંડલના ફોટા મોકલી વિશ્વાસ કેળવી કામરેજના ચોર્યાસી ગામની સીમમાં હોટલના કમ્પાઉન્ડમાં મળવા બોલાવ્યા હતાં.


જ્યાં હિમાયુ મિત્ર હાર્દિક ગોપાણી સાથે પહોંચતા પ્રથમ 1000 યુ.એસ.ડી.ટી આપો તેમ કહેતા હિમાયુએ પોતાના યુ.એસ.ડી.ટી વોલેટમાંથી કરણ ખરાના વોર્લેટમાં આપ્યા હતાં. જેના રૂૂ.88,500 રોકડા ચૂકવી આપ્યા હતા.બાદમાં કરણ ખરાએ લાલચ આપી મિત્ર જતીન મીણિયાને ફોન કરી યુ.એસ.ડી.ટી વોલેટમાં 20,339 ટ્રાન્સફર કરાવ્યા હતાં.બાદમાં બીલાલ ઉઠામણા અને કરણ ખરાએ તેઓના વોલેટમાં યુ.એસ.ડી.ટી ટ્રાન્સફર થયા નથી એવા બહાના કાઢી રૂૂ.18 લાખ રોકડા ભરેલી બેગ લઈ તેમની ગાડીમાં બેસવા જતા હતા તે સમયે હાર્દિક ગોપાણીએ મોબાઈલમાં વિડીયો બનાવતા મોબાઈલ ઝૂંટવી લેવાની કોશિષ કરી હતી.જે અંગે સિંગાપોર ડભોલી પોલીસમાં જાણવાજોગ નોંધ કરી હતી.

મકાન પરની લોન ચાલુ હોય અને છેતરપિંડી થતા હુમાયુએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
હુમાયુભાઈ આ બનાવથી આઘાતમાં આવ્યા હતા.મકાન ઉપર લોન ચાલતી હોય ટેન્શનમાં આવી ઘરે ફિનાઈલ પી લીધી હતી.બનાવ અંગે હિમાયુએ કામરેજ પોલીસમાં યુએસડીટી વોલેટ 20,339 એટલે કે ભારતીય ચલણ મુજબ રૂૂ.18 લાખ લઈ જઈ છેતરપિંડી કરવા અંગે કરણ વાલજીભાઈ ખરા, બિલાલ ઉઠમણા અને સુનિલસિંહ રાજપુત વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

નવા રિંગરોડ પર 10મા માળેથી પટકાતા શ્રમિકનાં મોત મામલે સાઇટ સુપરવાઇઝર અને કોન્ટ્રાકટર સામે ગુનો

Published

on

By

શહેરના નવા 150 ફુટ રીંગરોડ પર નવી બનતી બિલ્ડીંગના 10માં માળેથી પટકાતા શ્રમીક યુવાનનું મોત નીપજયું હતુન જે બનાવમાં પોલીસે મૃતકના યુવાનના પિતાની ફરીયાદ પરથી સાઇટ સુપરવાઇઝર અને કોન્ટ્રાકટર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓએ સાઇટ ઉપર સેફટીના સાધનો કે નેટની વ્યવસ્થા કરી ન હતી અને બનાવ બાદ મૃતકની લાશને સેફટી બેલ્ટ પહેરાવી પુરાવાનો નાશ કર્યો હતો.જાણવા મળતી વિગત મુજબ રામનાથપરામાં ભવાનીનગર શેરી નં.7માં રહેતો મહેશ રણછોડભાઇ ચાવડા (ઉ.વ.25) નામનો યુવાન નવા 150 ફુટ રીગરોડ પર ઓરીયન્ટ નામની ક્ધટ્રકશન સાઇટ ઉપર કામ કરતો હતો.

દરમિયાન ગઇકાલે બપોરના સમયે તે 10માં માળે લાદી કામ કરતો હતો ત્યારે 10માં માળેથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.આ અંગે તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતકના પિતા રણછોડભાઇ ઓઘડભાઇ ચાવડાની ફરીયાદ પરથી ઓરીયન્ટ ક્ધસ્ટ્રકશન સાઇટના કોન્ટ્રાકટર અને સુપરવાઇઝર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ સાઇટ સુપરવાઇઝર અનીલભાઇએ સાઇટ ઉપર સેફટી સાધનો કે નેટ (જાળી)ની વ્યવસ્થા કરેલી ન હતી. આ ઉપરાંત 10માં માળેથી પટકાતા મહેશનું મોત થયા બાદ સુપરવાઇઝર અનીલભાઇએ મહેશના મૃતદેહને સેફટી બેલ્ટ પહેરાવેલો અને 10માં માળે જઇ લોખંડના જેકમાં સેફટી બેલ્ટનો રસ્સો તુટેલી હાલતમાં બાંધી પુરાવાનો નાશ કર્યો હતો. જેથી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં SMCનો દરોડો: ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો મળી આવ્યો

Published

on

By


મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે. એકથી બે દરોડામાં મોટા પ્રમાણમાં દારૂનોે જથ્થો પકડાઇ ચૂક્યો છે. ત્યારે આજે સવારે મોરબી જિલ્લામાં ટંકારા પંથકમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી શંકાસ્પદ ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.


આ ફેક્ટરીમાંથી લાખો લીટરમાં ડુપ્લીકેટ ઓઇલનો જથ્થો તેમજ મશીનરી સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરીમાં સ્ટેટ મોનિટરીંગ સેલની એક ટીમને આજે સવારે મળેલી ચોક્કસ બાતમીને આધારે મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં એક ફેક્ટરીમાં ડુપ્લીકેટ ઓઇલ બનાવી સૌરાષ્ટ્ર ભરમાં વેચાણ કરાતું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ટંકારા પંથકમાં આવેલી ફેક્ટરી પર દરોડો પાડતા ત્યાં હાજર શખ્સો ડુપ્લીકેટ ઓઇલના અલગ-અલગ ડબ્બાઓ પર કંપનીના સ્ટીકર લગાવતા હોવાનું જાણવા મળ્યું હતું.


પોલીસે ફેક્ટરીમાં તપાસ કરતા અલગ-અલગ પચાસ ઓઇલના બેરલ મળી આવ્યા હતા. આ ઓઇલ ઓટો મોબાઇલમાં વપરાતું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અન્ય નામાકિંત કંપનીઓના ઓટો મોબાઇલમાં વપરાતા એન્જીંન ઓઇલના નામે હલકા પ્રકારની ગુણવતા વાળા ઓઇલમાં કેમીક્લ, બેઇઝ ઓઇલ, વગેરે જેવું રો મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઓઇલના બેરલ, રો મટીરીયલ અને મશીનરી સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય12 hours ago

‘ભારત-ચીનના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે સરહદ કરારનું સ્વાગત કરીએ છીએ…’જિનપિંગ સાથે મુલાકાત પર PM મોદીનું નિવેદન

ગુજરાત13 hours ago

રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, અધિક જિલ્લા મેજિ.નું જાહેરનામું

ગુજરાત13 hours ago

મનપાના ફાયર વિભાગની 319 જગ્યાઓ માટે સીધી ભરતી થશે

ગુજરાત13 hours ago

ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે

આંતરરાષ્ટ્રીય13 hours ago

બાંગ્લાદેશમાં હવે રાષ્ટ્રપતિને હટાવવા હિંસક વિરોધ, પોલીસ પર પથ્થરમારો

ગુજરાત13 hours ago

મહાપાલિકાનું કારસ્તાન: સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ગેરકાયદે બાંધકામને આપી ફાયર NOC

રાષ્ટ્રીય13 hours ago

SEBIનો અદાણીને ઝટકો, લિસ્ટિંગ નિયમોના ઉલ્લંઘન બાબતે નોટિસ

રાષ્ટ્રીય13 hours ago

યુપીની પેટા ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો મુખ્ય સંઘ હરિયાણા સ્ટાઇલથી મેદાનમાં ઉતરશે

ગુજરાત13 hours ago

પર્યાવરણ વિભાગે વધુ 56 વેપારીઓ પાસેથી 2.1 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ

રાષ્ટ્રીય13 hours ago

કોંગ્રેસ-105, ઉધ્ધવ-95 અને શરદ પવાર 84 બેઠકો પર લડશે

આંતરરાષ્ટ્રીય16 hours ago

McDonald બર્ગર ખાવાથી ફેલાયો આ ખતરનાખ વાયરસ, એકે જીવ ગુમાવ્યો-અનેક લોકો થયાં બીમાર

રાષ્ટ્રીય2 days ago

શેરબજારમાં સતત કડાકા, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો

આંતરરાષ્ટ્રીય2 days ago

સમજૂતી બાદ આર્મી ચીફનું પહેલું નિવેદન, જાણો ચીને શું કર્યું

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકાના સિએટલમાં ગોળીબાર, પાંચનાં મોત, કિશોરની ધરપકડ

ગુજરાત2 days ago

શહેરના 87 હોકર્સઝોન માટે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવાશે

ગુજરાત2 days ago

દંડ ભલે ભરવો પડે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશું: વધુ 53 પકડાયા

રાષ્ટ્રીય20 hours ago

ચેઈન સ્નેચિંગનો ચોંકાવનારો કિસ્સો!!! બાઈક સવાર 2 શખ્સોએ ચેઈન ન તૂટતા મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી, જુઓ VIDEO

ગુજરાત13 hours ago

OPS સહિતના પ્રશ્ર્નોનું દિવાળી પહેલાં નિરાકરણ લાવવા શિક્ષકો સરકારને ઘેરશે

ગુજરાત2 days ago

સ્વામિનારાયણ મંદિર સામેનો બહુચર્ચિત રસ્તો ખૂલશે

અમરેલી2 days ago

અમરેલીના જાફરાબાદમાં 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો, ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા માસૂમના અવશેષ

Trending