સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા પંથક અને તેના ગ્રામ્ય વિસ્તારોને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવાના આશય સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી કડક ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ચોટીલા પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડીને પિયાવા ગામની સીમમાંથી 2256 બોટલ વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જોકે, દરોડા દરમિયાન આરોપીઓ ઘટનાસ્થળે મળી ન આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તાર નશામુક્ત બની રહે તે માટે પોલીસે પોતાનો કામગીરી સતત તેજ બનાવી છે ત્યારે પિયાવા ગામે વિદેશી દારૂૂ અંગે રેડ કરતા 2256 વિદેશી દારૂૂની બોટલ ઝડપી હતી અને ઇસમો સ્થળ પર નહીં મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી. સંપૂર્ણ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિસનના ગુનાઓને જડમૂળથી નષ્ટ કરવા અંગે જિલ્લા ભરની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે ચોટીલા પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પિયાવા ગામે આવેલ સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં પાકા બાંધકામ વાડી ઓરડીમાં છૂપાવેલ 2256 નાની મોટી વિદેશી દારૂૂની બોટલનો સંગ્રહ કરેલ તે બાબતે રેડ કરતા ચોટીલા પીઆઈ જે.એમ.સોલંકી તેમજ કેહાભાઈ મકવાણા, અશ્વિનભાઇ ભૂસડીયા, મેહુલભાઈ મકવાણા, વલ્લભભાઈ ખટાણા, ભરતભાઈ ત્રગટા, દિલીપભાઇ માંજરિયા, આલાભાઈ રોજીયા, પોલીસ કમ ડ્રાઇવર વિહાભાઈ મેણીયા સહિતની ટીમે રૂૂ.2.70 લાખનો મુદામાલ ઝડપાયો હતો
